Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરકારગીલ વિજય દિવસ નિમિતે વીર શહિદોને શ્રઘ્ધાંજલી અપાઇ - VIDEO

કારગીલ વિજય દિવસ નિમિતે વીર શહિદોને શ્રઘ્ધાંજલી અપાઇ – VIDEO

સાંસદ પૂનમબેન માડમ, કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ સહિતના ઉપસ્થિત

હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા કારગીલ વિજય દિવસ નિમિતે દેશભકિત ગીતોના કાર્યક્રમ સાથે શહિદોને શ્રઘ્ધાંજલી અપાઇ હતી. આ તકે માજી સૈનિકો સાંસદ, કેબીનેટ મંત્રી સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -

26મી જુલાઇ કારગીલ વિજય દિવસ નિમિતે હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા વીર શહિદોને શ્રઘ્ધાંજલી અર્પણ કરવા તથા કારગીલ યુઘ્ધમાં શહિદ થયેલા જવાનોને શહાદતને નમન કરવા દેશભકતી ગીતોના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ વિશ્ર્વકર્મા બાદ ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી, ગાંધીનગર મેઇન રોડ, જામનગર ખાતે શનિવારે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કલાકારોમાં પ્રશાંત મકવાણા, સપના બાલા, તરૂણ વાઘેલા, સુલેમાન બુર્બાન, રાજુ દવે તથા અશોક રાણા ઉપસ્થિત રહી દેશભકિતના ગીતો રજૂ કર્યા હતાં.

- Advertisement -

આ કાર્યક્રમમાં હાલારના સાંસદ પૂનમબેન માડમ, રાજ્યના કેબીનેટમંત્રી રાઘવજીભાઇ પટેલ, જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, જિલ્લા ભાજપ પ્રમુખ વિનુભાઇ ભંડેરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત હાલાર જિલ્લા માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજા, માજી સૈનિકો, શહિદોના પરીવારજનો સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular