કાલાવડ તાલુકાના નવાગામમાં રહેતાં પ્રૌઢાને છેલ્લાં 10 દિવસથી તાવ આવતો હતો અને તાવની સારવાર દરમિયાન તબિયત લથડતા કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના નવાગામના સીમ વિસ્તારમાં આવેલી હરસુખભાઈ અકબરીના ખેતરમાં મજૂરી કામ કરતાં બદલીબેન સેતનભાઈ ડામોર (ઉ.વ.55) નામના પ્રૌઢાને છેલ્લા 10-12 દિવસથી તાવ આવતો હતો અને આ તાવની સારવાર ચાલુ હતી તે દરમિયાન સોમવારે સારના સમયે પ્રૌઢાની તબિયત લથડતા કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પહેલાં મોત નિપજ્યું હતું. આ અંગેની મૃતકના પતિ સેતનભાઈ દ્વારા જાણ કરાતા હેકો પી.કે. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.