Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગર એસએસબીમાં ધારાસભ્ય રિવાબા દ્વારા વૃક્ષારોપણ

Video : જામનગર એસએસબીમાં ધારાસભ્ય રિવાબા દ્વારા વૃક્ષારોપણ

- Advertisement -

જામનગર શહેરના સશસ્ત્ર સીમા બલ (એસએસબી) દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જામનગર પશ્ર્ચિમ વિધાનસભા બેઠકના ધારાસભ્ય રિવાબા જાડેજાએ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું.

- Advertisement -

આ ઉપરાંત જી.જી. હોસ્પિટલના ડો. નંદિનીબેન દેસાઇ, ડો. એસ.એસ. ચેટરજી તથા પોલિટેકનિક કોલેજના રાહુલ ઓઝા ઉપસ્થિત રહ્યા હતાં. ઉ5રાંત એસએસબીના વંદન સકસેના (ઉપ મહાનિરિક્ષકા, રિક્રુટ પ્રશિક્ષણ કેન્દ્ર, અલવર (રાજસ્થાન)ના માર્ગદર્શન મુજબ અતિરિકત પ્રશિક્ષણ કેન્દ્ર, સશસ્ત્ર સીમા બલ વગેરે વૃક્ષારોપણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં. આ વૃક્ષારોપણ એસએસબી બેડેશ્ર્વર પરિસર, પોલિટેકનિક કોલેજ, બેડી ગામ, ખોડિયાર મંદિર પરિસર વગેરે વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular