વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ્યના પોલીસ તંત્રમાં પણ મોટાપાયે ફેરફાર શરૂ કરી દેવામાં આવ્યા છે. ગઇકાલે રાજ્યના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયાએ 88 પીઆઇની બદલીના હુકમો કર્યા છે. જેમાં જામનગર સીટી-એ ડિવિઝનમાં ફરજ બજાવતાં પીઆઇ એમ.જે. જલુ તેમજ જામજોધપુરના પીઆઇ શ્રીમતી આર.બી. પ્રજાપતિનો સમાવેશ થાય છે. તેમને એસીબીમાં મુકવામાં આવ્યા છે.
રાજકોટના કુલ 4 પીઆઇની બદલી થઈ જેમાં એમ.આર. પરમારને સીઆઇડી ક્રાઈમ, વી.જે. ફર્નાન્ડિઝને અમદાવાદ શહેર, જી.એમ. હડિયાને સુરત શહેર, વી.જે. ચાવડાને વડોદરા શહેરમાં મુકાયા છે.
પ્રથમ લિસ્ટમાં 50 બાદ વધુ 38 મળી 88 પીઆઇની બદલીનો આદેશ થયો છે, આ સાથે રાજકોટ ગ્રામ્યના એ.આર. ગોહિલને એસીબી, એચ.એ. જાડેજાને દેવભૂમિ દ્વારકા મુકાયા છે. રેલવે વડોદરાના કે.એમ. ચૌધરીને રાજકોટ શહેર અને બનાસકાંઠાના જે.વાય. ચૌહાણને રાજકોટ ડિવિઝનમાં મુકાયા છે.