રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં ચૂંટણી પૂર્વે બદલીઓનો દોર ચાલી રહ્યો છે. પોલીસ કર્મચારીઓ બાદ આઇએએસ અધિકારીઓની બદલી થયા બાદ હવે ગુજરાત સરકારના રેવન્યુ વિભાગ દ્વારા ડે. કલેકટર કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્યના કુલ 16 જેટલા ડે.કલેકટર કક્ષાના અધિકારીઓની બદલી થઇ છે.
ગુજરાત સરકારના રેવન્યુ વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓના ડે. કલેકટર કક્ષાના 16 અધિકારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં જામનગરમાં સિવિલ ડિફેન્સના ડે. ક્ધટ્રોલર તરીકે ફરજ બજાવતાં વી.કે. ઉપાધ્યાયની ભાવનગર સિવિલ ડિફેન્સના ડે. ક્ધટ્રોલર તરીકે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત દાહોદના ડે. જિલ્લા ચૂંટણી અધિકારી, પાટણ તથા તાપીના જિલ્લા સપ્લાય ઓફિસર સહિતના અધિકારીઓનો પણ આ બદલીમાં સમાવેશ થાય છે.