Saturday, December 21, 2024
Homeરાજ્યધાર્મિક પ્રસંગમાં હાજરી આપીને પરત જતા દંપતી ખંડિત ભાણવડ તાલુકામાં બન્યો કરૂણ...

ધાર્મિક પ્રસંગમાં હાજરી આપીને પરત જતા દંપતી ખંડિત ભાણવડ તાલુકામાં બન્યો કરૂણ બનાવ

પૂરપાટ જતી કારના ચાલકે બાઈકને હડફેટે લીધું

- Advertisement -

ભાણવડ તાલુકાના આંબરડી ગામ નજીક પૂરઝડપે જઇ રહેલી એક મોટરકારના ચાલકે ઉપલેટા તાલુકાના રહીશ એવા એક દંપતિ- પુત્ર સાથેના મોટરસાયકલને અડફેટે લેતા પતિની નજર સામે જ પત્નીનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું.

આ બનાવની પોલીસસુત્રો માંથી જાણવા મળતી વિગત મુજબ ઉપલેટા તાલુકાના ગધેથડ ગામે રહેતા પરાક્રમસિંહ વાળા નામના એક ગરાસિયા યુવાન ભાણવડ તાલુકાના આંબરડી ગામે એક કથાના હવન અંગેનો ધાર્મિક કાર્યક્રમ હોવાથી અહીં આવ્યા હતા. આ ધાર્મિક કાર્યક્રમ પૂર્ણ થતા રવિવારે સાંજે પરાક્રમસિંહ તેમના પત્ની મીનાબા (ઉ.વ. 39) તથા 12 વર્ષના પુત્ર કર્મરાજસિંહ સાથે તેમના મોટરસાયકલ નંબર જીજે-03-એડી-6519 પર બેસીને ગધેથડ પરત જવા માટે નીકળ્યા હતા.

તેઓ આંબરડી ગામના પાટિયા પાસે પહોંચ્યા ત્યારે આ માર્ગ પરથી પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક થઈ રહેલી જીજે-01-આરજે-0093 નંબરની સ્વિફ્ટ મોટરકારના ચાલકે પરાક્રમસિંહના મોટરસાયકલને હડફેટે લેતાં હતું. જેના કારણે આ દંપતિ તથા પુત્ર રોડની એકબાજુ ફેંકાઈ ગયા હતા.

આ ગંભીર અકસ્માતમાં પ્રાણઘાતક ઇજાઓ થતાં મીનાબાનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. ત્યારે પરાક્રમસિંહ તથા તેમના બાર વર્ષીય પુત્ર કર્મરાજસિંહને શરીરના જુદા જુદા ભાગોમાં નાની-મોટી ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ બનાવ અંગે મૃતકના સંબંધી ઉપલેટા તાલુકાના ગધેથડ ગામે રહેતા લગધીરસિંહ દિગુભા વાળા (ઉ.વ. 60) ની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે મોટરકારના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304 (અ), 337, 338, તથા એમ.વી. એકટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.એ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે. દંપતી ખંડિત થયાના આ બનાવે મૃતકના પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રસરાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular