દ્વારકા-પોરબંદર ધોરીમાર્ગ પર દ્વારકાથી આશરે 25 કિલોમીટર દૂર ઓખા મઢી હાઈવે પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલી જીજે-37-એમ 2828 નંબરની એક બલેનો મોટરકારના ચાલકે આ માર્ગ પર મોટરસાયકલ પર જઈ રહેલા વિરમભાઈ પુનાભાઈ મુન નામના 26 વર્ષના ગઢવી યુવાનને પાછળથી અડફેટે લેતા બાઈક ચાલક વિરમભાઈ તેમના મોટરસાયકલ સાથે ફંગોળાઈ ગયા હતા.
આ જીવલેણ અકસ્માતમાં તેમને શરીરના જુદા-જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જીને આરોપી મોટરકાર ચાલક પોતાનું વાહન લઈને અહીંથી નાસી છૂટ્યા બાદ તેમનું વાહન થોડે દુર ટોલનાકા પાસે મૂકીને ફરાર થઈ ગયો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસે ગઢવી રાજપાલભાઈ પેથાભાઈ મુન (ઉ.વ. 29, રહે. નવી મઢી)ની ફરિયાદ પરથી બલેનો કારના ચાલક સામે આઈપીસી કલમ 279, 304 (એ) તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની હાથ ધરી છે.