Friday, December 6, 2024
Homeરાજ્યજામનગરપાણી છાંટતા બિલ્ડિંગ પરથી પટકાયેલા વૃધ્ધનું મોત

પાણી છાંટતા બિલ્ડિંગ પરથી પટકાયેલા વૃધ્ધનું મોત

- Advertisement -

જામનગર શહેરના કામદાર કોલોની વિસ્તારમાં આવેલા બિલ્ડિંગમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા વૃધ્ધ પાણી છાંટતા હતાં તે દરમિયાન અકસ્માતે નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના કામદાર કોલોની શેરી નં.3 માં આવેલા આંગન એકસોટીસ નામના બિલ્ડિંગમાં સિકયોરીટી તરીકે ફરજ બજાવતા મેરામણભાઈ કરશનભાઈ પરમાર (ઉ.વ.65) નામના વૃધ્ધ શુક્રવારે બપોરના સમયે બિલ્ડિંગમાં પાણી છાંટતા હતાં તે દરમિયાન ધ્યાન ચૂકતા અકસ્માતે બિલ્ડિંગ પરથી નીચે પટકાતા શરીરે અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ વૃધ્ધને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર દિપકભાઈ દ્વારા જાણ કરાતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular