Monday, December 23, 2024
HomeUncategorizedપૂરપાટ જતી કારની ઠોકરે ભોગાતના બાઈક સવાર યુવાનનું કરૂણ મોત

પૂરપાટ જતી કારની ઠોકરે ભોગાતના બાઈક સવાર યુવાનનું કરૂણ મોત

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા વજમલ જેસા રૂડાચ નામના 40 વર્ષના ગઢવી યુવાન ગત તા. 26 મીના રોજ રાત્રીના સમયે પોતાના જીજ- 10-બીએમ-6077 નંબરના હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ પર બેસીને વેદાન્તા કંપનીમાં સિક્યુરિટી ઓફિસે જઈ રહ્યા હતા ત્યારે રાત્રીના નવેક વાગ્યાના સુમારે આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જીજે-10-ટીવાય-4583 નંબરના ટાટા સુમો કારના ચાલકએ વજમલભાઈ રૂડાચના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જતા આ મોટરસાયકલ રોડની એકબાજુ આવેલી નાલીમાં ખાબકયું હતું. જેના કારણે બાઈક ચાલક વજમલ જેસાભાઈને માથાના ભાગે તથા શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઇજાઓ થતાં તેમનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું.

- Advertisement -

આ બનાવ અંગે મૃતકના પિતરાઈ ભાઈ ભીખાભાઈ મુરુભાઈ રૂડાચ (ઉ. વ. 41, રહે. ભોગાત) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ટાટા સુમોના ચાલક સામે આઈ.પી.સી. કલમ 304 (અ), 337, 338, 279 તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular