Saturday, January 11, 2025
Homeરાજ્યમીઠાપુર નજીક પુરપાટ જતી કારની ઠોકરે બાઈક સવાર યુવાનનું કરૂણ મૃત્યુ

મીઠાપુર નજીક પુરપાટ જતી કારની ઠોકરે બાઈક સવાર યુવાનનું કરૂણ મૃત્યુ

- Advertisement -

મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતા વસીમખાન મહેમુદખાન ખાન નામના 37 વર્ષના મુસ્લિમ યુવાન ગઈકાલે રવિવારે સાંજે પોતાના 1227 નંબરના મોટરસાયકલ પર બેસી અને ભીમરાણા નજીકના હાઈ-વે માર્ગ પરથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પર પૂર ઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલી જી.જે. 06 એ.ડી. 7354 નંબરની મારુતિ મોટરકારના ચાલકે વસીમખાનના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.

આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઈક ચાલક વસિમખાનનું ખાનને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતાં તેમનું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. આ સમગ્ર બનાવ અંગે મૃતકના પિતા મહેમુદખાન દિલાવરખાન ખાન (ઉ.વ. 61, રહે. ભીમરાણા) ની ફરીયાદ પરથી મીઠાપુર પોલીસે કાર ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304 (એ) તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હેડ કોસ્ટેબલ એ.જે. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular