ખંભાળિયા તાલુકાના બેહ ગામે રહેતા મહેશ નારુભાઈ હરગાણી નામના 28 વર્ષના ગઢવી યુવાન ગઈકાલે રવિવારે સવારે આશરે 10:30 વાગ્યાના સમયે પોતાના જીજે-37-એચ-5262 નંબરના મોટરસાયકલ પર બેસીને ખંભાળિયાથી બેહ ગમે જઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પર પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જીજે-14-ઈ-5912 નંબરના મારુતિ વેનના ચાલકે મહેશ હરગાણીના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
આ જીવલેણ ટક્કરમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહેશ ગઢવીનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ દેશુરભાઈ નારુભાઈ હરગાણી (ઉ.વ. 42, રહે. બેહ)ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે મારુતિ વેનના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304 (અ) તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.બી. પિઠીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.