Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરદ્વારકાના વૃદ્ધાના મકાનમાં તસ્કરો ત્રાટકયા

દ્વારકાના વૃદ્ધાના મકાનમાં તસ્કરો ત્રાટકયા

રોકડ અને ચાંદીના સાંકળાની ચોરી : બે તસ્કરો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ

- Advertisement -

દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા કુંવરબેન વાલાભાઈ માતકા નામના એક મહિલાના બંધ મકાનનું તાળું તોડી, આરંભડા વિસ્તારમાં રહેતો ઇમરાન બબાભાઈ બેતારા અને ઓખામાં નવીનગરી ખાતે રહેતો અકરમ જુસબ મોખા નામના બે શખ્સોએ અંદર પ્રવેશી અને અહીં રાખવામાં આવેલા ચાંદીના સાકરા તથા રોકડ સહિત કુલ રૂપિયા 1,610 ના મુદ્દામાલની ચોરી કરીને નીકળતી વખતે આ બંને શખ્સોને આ જ વિસ્તારમાં રહેતા ખેરાજભાઈ હરદાસભાઈ માતકા 32 જોઈ ગયા હતા.

- Advertisement -

આમ, આરોપી ઇમરાન તથા અકરમ દ્વારા ઘરફોડ ચોરી કરવા સબબ ખેરાજભાઈ હરદાસભાઈ ગઢવીની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે બંને શખ્સો સામે આઈપીસી કલમ 380, 454 તથા 114 મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular