જામનગર શહેરમાં ટ્રાફિક પોલીસ અને શહેરીજનો વચ્ચે અવારનવાર ઘર્ષણો થતાં રહેતાં હોય છે. ત્યારે ટ્રાફિક પોલીસ અને શહેરીજનો વચ્ચે થતાં ઘર્ષણને અટકાવવા બોડીવન કેમેરા સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. જેમાં જામનગર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતાં પોલીસ કર્મચારીઓને બોડી વોન કેમેરા લગાવવામાં આવ્યા છે. જેથી ટ્રાફિક પોલીસ અને વાહનચાલકો વચ્ચે થતાં ઘર્ષણ કે વાતચીતનું તમામ રેકોડીંગ કેમેરામાં થઇ જશે. આથી દંડ ભરવા માટે આનાકાની કે જીભાજોડી થશે તો તે પણ રેકોડીંગ થઇ જશે. આ તમામ રેકોડીંગ ટ્રાફિક શાખાની ઓફિસેથી જોઇ શકાશે.