દેશ-દુનિયાઓ રોજબરોજ કોઇકને કોઇક ઘટનાઓ બનતી જ હોય છે. ત્યારે બેંગ્લુરૂમાં એક અજીબ ઘટના જોવા મળી એક વરરાજા ટ્રાફિક જામનો ફાયદો ઉઠાવીને ગાડીમાંથી ઉતરીને ભાગી ગયો હતો. જ્યારે પત્નીએ થોડે દૂર સુધી તેનો પીછો પણ કર્યો હતો. સાત દિવસ સુધી પરત ન ફરતા દુલ્હને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ઘટના આ મુજબ છે કે, 16 ફેબ્રુઆરીના રોજ એક નવપરિણીત યુગલ એક ચર્ચમાં પ્રાર્થના કરીને પરત ફરી રહ્યું હતું. ત્યારે કાર મહાદેવપુરા કોરીડોર પાસે ટ્રાફિકમાં ફસાઈ હતી. ત્યારે વરરાજાને એક મોકો મળ્યો તે આગળની સીટ પર બેઠો હતો. તેણે દરવાજો ખોલ્યો અને દોડવા લાગ્યો. પત્ની થોડે દૂર સુધી તેની પાછળ દોડી પણ તે હાથમાંથી નિકળી ગયો હતો.
દુલ્હને પોલીસને જણાવ્યું કે, તેના પતિનું અફેર ગોવામાં એક મહિલા સાથે હતું. તેઓ એક ઓફિસમાં સાથે કામ કરતા હતાં. પ્રેમિકાએ તેની ખાનગી પળોની તસ્વીરો સોશિયલ મીડિયા પર મૂકશે. જેનાથી ડરીને વરરાજો ભાગી ગયો હતો. મહિલાએ આ અંગે 5 માર્ચના રોજ પોલીસ ફરિયાદ કરી 15 ફેબ્રુઆરીએ લગ્ન થનાર દંપતીમાંથી 16 ફેબ્રુઆરીએ પતિ ભાગી ગયો હતો.
પોલીસનું કહેવું છે કે, વરરાજાની શોધ ચાલી રહી છે. ચિક્કાબલ્લાપુર જિલ્લાના ચિંતામણીમાં રહેતો વરરાજો પોતાની પ્રેમિકાથી ચિંતામાં રહેતો હતો. 22 વર્ષની પત્નીએ લગ્ન પહેલાં જ તેને કહ્યું હતું કે, ચિંતા ન કરે તે પતિની પડખે જ ઉભી છે. તેમ છતાં લગ્નના એક દિવસ બાદ વરરાજો ભાગી ગયો તેના વિશે પત્નીએ કહ્યું કે, પતિને તેની કંપનીના ડ્રાઈવરની પત્ની સાથે અફેર હતું. જે બે બાળકોની માતા છે અને કંપનીમાં કલાર્ક તરીકે કામ કરતી.
વરરાજાની માતાને પણ તેના દિકરાના અફેરની જાણ હતી તેને થયું લગ્ન કરાવી દેવાથી તેની આ અફેરનો અંત આવી જશે. દુલ્હનનો પણ લગ્ન પહેલાં જ આ અફેરની જાણ હતી.પતિએ તેણે વચન આપ્યું હતું કે, હવે તે મહિલા સાથે સંબંધ નહીં રાખે અને સંબંધને સમાપ્ત કરશે. પરંતુ મહિલા તેને લગ્ન પછી પણ બ્લેકમેલ કરતી હતી. જેથી પતિ ખૂબ ડીસ્ટર્બ રહેતો અને અંતે તેની ધમકીથી ડરીને પતિએ આ પગલું ઉપાડયું હતું.