હાલ રશિયા અને યુક્રેન વચ્ચે જંગ છેડાયો છે. આ યુધ્ધથી ઓટો ઈન્ડસ્ટ્રીને ઘણુ નુકશાન થઈ રહ્યું છે. જીએમ મોટર્સ અને અન્ય ઓટો મેકર્સે રશિયામાં પોતાના વ્યાપાર બંધ કર્યા છે. કંપનીનું કહેવું છે કે રશિયા સાથે અમે વેપાર બંધ કરી રહ્યા છીએ. ગત સપ્તાહે રશિયન સેનાએ યુક્રેન પર હુમલો કર્યો હતો. જે બીજા વિશ્વ યુધ્ધ બાદ બે દેશો વચ્ચે યુરોપમાં સૌથી મોટો હુમલો છે. અનેક પશ્ચિમી દેશોએ રશિયા સામે પ્રતિબંધ લગાવ્યા છે. જેના કારણે ત્યાં મોજૂદ અનેક કંપનીએ ત્યાંથી બિઝનેસ બંધ કરી રહી છે.
ઉલ્લેખનિય છે કે, રશિયામાં જનરલ મોટર્સનો વેપાર એટલો મોટો નથી, જેટલો અન્ય દેશોમાં છે. કંપની અહીં એક વર્ષમાં લગભગ 3000 કેડીલેક અને શેવરલે વાહનોનું વેચાણ કરે છે. સ્વીડીશ ઓટોમેકર વોલ્વો કાર્સે જણાવ્યું હતું કે, તે આગામી નોટિસ સુધી રશિયાની બજારમાં કાર શિપમેન્ટેન બંધ કરી રહ્યું છે.આમ કરનારીતે પ્રથમ આંતર રાષ્ટ્રીય ઓટોમેકર બનશે. કંપનીનું કહેવું છે કે, યુરોપીય સંઘ અને અમેરિકાએ રશિયા પર અનેક વ્યાવસાયિક પ્રતિબંધ લગાવ્યા છે, એટલે સંભવિત રિસ્કના કારણે અમે અમારું શિપમેન્ટ બંધ કરી રહ્યા છીએ. સોમવારે રશિયામાં ફોકસ વેગને આગામી સૂચના ન મળે ત્યાં સુધી ડીલરોને કારની ડીલીવરી અસ્થાયી રીતે બંધ કરી દીધી બીડબલ્યુડીના એક પ્રવકતાએ જણાવ્યું હતું કે યુરોપીય સંઘ અને અમેરિકા દ્વારા લગાવાયેલા પ્રતિબંધની અસર સ્પષ્ટ થતા જ ડીલીવરી ફરીથી શરૂ થશે. ફોર્ડની રશિયામાં ત્રણ પ્લાન્ટમાં 50 ટકા ભાગીદારી છે. કંપનીએ અગાઉ કહ્યું હતું કે ત સાવધાનીથી કામ કરી રહી છે અને પોતાના કર્મચારીઓની સુરક્ષાને પણ ધ્યાનમાં રાખી રહી છે.