કેટલીકવાર કેમેરા એવી કેટલીક તસવીરો કેપ્ચર કરી લે છે જે ખૂબ જ ભયાનક હોય છે. આવા દ્રશ્યો ઘણી વખત ખુબ જ ડરામણા હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં આ વીડિયો બ્રાઝિલનો છે જ્યાં કેટલાક ટૂરિસ્ટ બોટિંગ માટે તળાવ તરફ આવ્યા હતા. અને કોઈએ ક્યારેય વિચાર પણ ન કર્યો હોય તેવી દુર્ઘટના સર્જાઈ હતી. પ્રવાસીઓ બોટિંગ કરી રહ્યા હતા અને અચાનક જ એક ખડકનો ભાગ તેઓની બોટ પર ધરાશાઈ થયો હતો. આ અકસ્માતમાં લગભગ 7 લોકોના મોત થયા હતા અને 9 પ્રવાસીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
#Brazil #rock #video #Viral #khabargujarat
બ્રાઝીલમાં પ્રવાસીઓ તળાવમાં બોટિંગની મજા માણી રહ્યા હતા અને ખડકનો ભાગ ધરાશાઈ થતા 7 લોકોના મૃત્યુ, 9થી વધુ ઘાયલ
વિડીઓ સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ pic.twitter.com/pH3Zqkg8TB
— Khabar Gujarat (@khabargujarat) January 10, 2022