Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીયઆજે અટારી બોર્ડર પર ફરકશે દેશનો સૌથી ઉંચો રાષ્ટ્રધ્વજ

આજે અટારી બોર્ડર પર ફરકશે દેશનો સૌથી ઉંચો રાષ્ટ્રધ્વજ

અટારી બોર્ડર પર કેન્દ્રિયમંત્રી નીતિન ગડકરી 418 ઉંચાઇએ ફરકાવશે ધ્વજ: છેક પાકિસ્તાન સુધી સ્પષ્ટ દેખાશે

- Advertisement -

કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે અમૃતસરમાં દેશનો સૌથી ઉંચો રાષ્ટ્રધ્વજ ફરકાવશે. આ રાષ્ટ્રધ્વજ સીપીઆઇ અટારી બોર્ડર પર ફરકાવવામાં આવશે. આ રાષ્ટ્રધ્વજ એટલો ઉંચો છે કે તે પાકિસ્તાન સુધી સ્પષ્ટ દેખાશે. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે અમૃતસરમાં સાંજે 4.15 કલાકે દેશનો સૌથી ઉંચો રાષ્ટ્રધ્વજ ફરકાવશે. આ રાષ્ટ્રધ્વજની ઊંચાઈ 418 ફૂટ છે. આ રાષ્ટ્રધ્વજ અટારી બોર્ડર પર ફરકાવવામાં આવશે. આ પહેલા નીતિન ગડકરી હરમંદિર સાહિબના દર્શન કરશે તેમજ રીટ્રીટ સેરેમનીમાં પણ ઉપસ્થિત રહેશે.

- Advertisement -

આ પછી ગડકરી હર્ષા ગામ નજીક ચાલતા નેશનલ હાઈવેના કામોની પણ સમીક્ષા કરશે તેમ ડીસીએ વધુમાં જણાવ્યું હતું.આજે નીતિન ગડકરી સૌથી ઉંચા રાષ્ટ્રધ્વજ ફરકાવતા પહેલા અટારી બોર્ડર પર રીટ્રીટ સેરેમની નિહાળશે તેમજ બીએસએફ મ્યુઝિયમની પણ મુલાકાત લેશે. સુરક્ષાને પગલે પોલીસ અને પ્રશાસન દ્વારા અધીકારીઓને પણ ફરજ પર મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ વિભાગોના અધિકારીઓને પણ એલર્ટ પર કામ કરવા સૂચના આપવામાં આવી છે. આ માટે થોડા દિવસો પહેલા વિવિધ વિભાગોના અધિકારીઓની એક સંયુક્ત બેઠક પણ યોજાઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular