ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે ચોથો દિવસ છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલ અનુસાર ઈઝરાયલની સેનાએ જાહેરાત કરી છે કે તેમણે ગાઝા બોર્ડર પર કબજો કરી લીધો છે. સેનાએ કહ્યું કે તેમણે ગાઝામાં રાતોરાત 200 સ્થળોને નિશાન બનાવ્યા. યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 123 ઈઝરાયલ સૈનિકો માર્યા ગયા છે.
બીજી તરફ હમાસના હુમલામાં અત્યાર સુધીમાં થાઈલેન્ડના 18 નાગરિકોનાં મોત થયા છે. સોમવારે ઈઝરાયલના ડિફેન્સ મિનિસ્ટરે આખી ગાઝા પટ્ટી પર કબજો કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી ઈઝરાયલે આખી રાત ગાઝા પર હુમલો કર્યો. તેના જવાબમાં હમાસે ઈઝરાયલ દ્વારા પકડાયેલા લગભગ 150 બંધકોને મારી નાખવાની ધમકી આપી છે.
હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે હમાસે અમારા પર હુમલો કરીને ઐતિહાસિક ભૂલ કરી છે. અમે તેની એવી કિંમત ચૂકવીશું કે હમાસ અને ઇઝરાયલના અન્ય દુશ્મનોની પેઢીઓ તેને યાદ રાખશે. બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે અમે યુદ્ધ ઇચ્છતા ન હતા. આ ખૂબ જ ક્રૂર રીતે અમારા પર લાદવામાં આવ્યું હતું. યુદ્ધ હમાસે શરૂ કર્યું પણ તેને ખતમ ઇઝરાયલ કરશે. ઈઝરાયલ માત્ર પોતાના લોકો માટે જ નહીં પરંતુ દરેક દેશ માટે લડી રહ્યું છે. તેમણે હમાસને ચેતવણી આપી છે. શનિવારે તેમેણે યુદ્ધ શરૂ થવાની વાત કહી હતી. બેંજામિન નેતન્યાહૂએ સોમવારે અવીવ કિરયામાં સુરક્ષાની માહિતી મેળવી હતી અને જણાવ્યું હતું કે, ‘હમાસની વિરુદ્ધ હજુ બદલો શરૂ જ થયો છે. ચરમપંથી જ્યાં છુપાયેલા છે, ત્યાં ઈઝરાયલની સેના પહોંચશે. અમે મધ્ય પૂર્વને બદલવા જઈ રહ્યા છીએ. હમાસને ખૂબ જ ભયાનક અનુભવ થશે.’
ઈઝરાયલની સેનાએ વેસ્ટ બેંકમાં સંપૂર્ણ ઘેરાબંધી કરી છે. આ વિસ્તારમાં 2.8 મિલિયનથી વધુ પેલેસ્ટાઈન લોકો રહે છે. સ્થાનિકો અનુસાર શહેરના પ્રવેશદ્વાર લોખંડના ગેટ, સિમેંટ બ્લોક અને માટીના ઢગલાથી બંધ કરવામાં આવ્યા છે. કેટલાક સ્થળોએ ચોકીઓ સ્થાપિત કરવામાં આવી છે. ઈંધણ પૂરું થઈ જતા કેટલાક પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી હતી. ઈઝરાયલના રક્ષામંત્રી યોવ ગૈલેંટે જણાવ્યું કે, ઈઝરાયલ ગાઝા પર સંપૂર્ણ ઘેરાબંધી કરી રહ્યું છે. તે સ્થળો વીજળી, પાણી અને ઈંધણ નથી. વેસ્ટ બેંકમાં રહેતા લોકોને 1,000 રાઈફલ આપવામાં આવશે.
ઈઝરાયલે ગાઝા બોર્ડર પર 1 લાખ સૈનિકો તહેનાત કર્યા છે. સાથે જ 3 લાખ સૈનિકોને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. ઈઝરાયલના ડિફેન્સ મિનિસ્ટર યોવ ગાલાન્ટે પણ અધિકારીઓને ગાઝા પટ્ટીમાં ખોરાક, પાણી, વીજળી અને ઈંધણનો પુરવઠો રોકવાનો આદેશ આપ્યો છે. 7 ઓક્ટોબરથી શરૂ થયેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં કુલ 1587 લોકોના મોત થયા છે. ઈઝરાયેલમાં 900 લોકો માર્યા ગયા છે, જ્યારે 2300 લોકો ઘાયલ થયા છે. તે જ સમયે, ગાઝા પટ્ટીમાં 140 બાળકો સહિત 687 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. અને 3,726 લોકો ઘાયલ થયા છે.
ટાઈમ્સ ઓફ ઈઝરાયલે હિબ્રુ મીડિયાને ટાંકીને જણાવ્યું છે કે ઈઝરાયલે શનિવારથી યુદ્ધની શરૂઆતથી ગાઝામાં 1707 ટાર્ગેટ પર હુમલો કર્યો છે. આ સમયગાળા દરમિયાન, લગભગ 475 રોકેટ કેન્દ્રો, 23 વ્યૂહાત્મક સ્થળો અને 22 ભૂગર્ભ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે. ઇઝરાયલી સુરક્ષા દળોએ સોમવારે મોડી રાત્રે પુષ્ટિ કરી હતી કે લેબનીઝ સરહદે અથડામણ દરમિયાન એક નાયબ આર્મી કમાન્ડર માર્યો ગયો છે.