Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયઆજે અયોધ્યામાં ફરી એક ઇતિહાસ રચાશે

આજે અયોધ્યામાં ફરી એક ઇતિહાસ રચાશે

22 જાન્યુારી 2024ની આ તારીખ ઈતિહાસના પન્નાઓ પર સુવર્ણ અક્ષરોએ છપાઇ ગઇ છે. જ્યારે પ્રભુ શ્રી રામનું અયોઘ્યા મંદિરમાં પુન: આગમન થયું હતું. ત્યારે આજે ફરી અયોધ્યામાં એક ઈતિહાસ રચાશે. શ્રી રામજન્મ ભૂમિ મંદિરના પહેલાં માળે બનેલા રામ દરબારની ઔપચારિક પ્રાણપ્રતિષ્ઠા આજે કરવામાં આવશે. જેનું સંચાલન અયોઘ્યા અને કાશિના 101 વૈદિક આચાર્યો દ્વારા કરવામાં આવશે. જેના મંત્રોચ્ચારથી મંદિર પરિસર વૈદિક ઉર્જાથી ગૂંજી ઉઠશે.

- Advertisement -
શ્રીરામ દરબાર
શ્રીરામ દરબાર

આજે 5 જુન અભિજિત મુહૂર્ત અને સ્થિર લગ્નમાં રામ દરબાર સહિત મંદિર સંકુલના સાત અન્યી મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. સમગ્ર મંદિર સંકુલને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. સમગ્ર વાતાવરણ વૈદિક ઉર્જાથી ગૂંજી રહ્યું છે.

- Advertisement -

મંદિર પરિસરમાં ઇશાન ખુણામાં શિવલિંગ, અગ્નિકોણમાં શ્રી ગણેશ, દક્ષિણ મઘ્ય મહાબલિ હનુમાન, દક્ષિણ પશ્ચિમમાં સૂર્યદેવ, ઉત્તર-પશ્ચિમમાં ભગવતી, ઉત્તર-મઘ્યમાં મા અન્નપૂર્ણા, મુખ્ય મંદિરમાં પહેલા માળે રામ દરબાર, દક્ષિણ-પશ્ચિમ પરકોટા શેશાવતાર મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા વિધિવત્ રીતે પૂર્ણ થશે. ત્યારબાદ બપોરે 2.00 વાગ્યે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પુષ્પ વાટિકા, ચૌધરી ચરણસિંહ પાર્ક ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું છે. 13મા સરયુ જ્યોતિ મહોત્સવનું ઉદ્ઘાટન સરયુજીનો અભિષેક અને આરતી, 3.45 સુધીમાઁ મણિરામ દાસ છાવણી ખાતે મહંત નૃત્ય ગોપાલદાસજી મહારાજની 87મી જન્મજયંતીની ઉજવણીમાં ભાગીદારીના કાર્યક્રમો યોજાશે.

- Advertisement -

આ કાર્યક્રમમાં સંઘ, વીએચપી અને ભાજપ સાથે સંકળાયેલા અધિકારીઓ અને કાર્યકરોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સ્થાનિક સાધુઓ અને સંતો હાજર રહેશે. આ સહિત લગભગ 500 થી વધુ મહેમાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો લાભ લેશે. રામ મંદિરના પહેલા માળસ્થિત શ્રી રામદરબાર, શ્રી રામ, માતા જાનકી, લક્ષ્મણ અને હનુમાનજીની મૂર્તિઓનો અભિષેક ભક્તિને વિસ્તૃત કરશે. આ ઘટના માત્ર ધાર્મિક જ નહીં, પણ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી પણ મહત્ત્વપૂર્ણ છે. મંદિર સંકુલમાં અન્ય સાત મંદિરોના અભિષેક સાથે અયોઘ્યાનું આ પવિત્ર સ્થળ વધુ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular