Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયઆજે 21મી ડિસેમ્બરે લાંબામાં લાંબી રાત અને ટૂંકામાં ટૂંકો દિવસ

આજે 21મી ડિસેમ્બરે લાંબામાં લાંબી રાત અને ટૂંકામાં ટૂંકો દિવસ

જામનગરમાં આજે રાત્રીની લંબાઈ 13 કલાક અને 14 મિનિટની રહેશે

- Advertisement -

આપણે ત્યાં 21મી ડિસેમ્બરે લાંબામાં લાંબી રાત્રી હોય છે જ્યારે ટૂંકામાં ટૂંકો દિવસ હોય છે. આજે 21મી ડિસેમ્બરને 2022ના જામનગરમાં રાત્રીની લંબાઈ 13 કલાકની અને 14 મિનિટની રહેશે. આજે બુધવારે રાત્રિ દરમિયાન સાયન સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે અને શીશીર ઋતુનો પ્રારંભ થશે. સૂર્ય પોતાની દક્ષિણાયન ગતિ પૂર્ણ કરી ઉતરાયણ ગતિની શરૂઆત કરશે એટલે હવેથી ક્રમશ: દિવસ લાંબો અને રાત્રી ટૂંકી થશે.

- Advertisement -

પૃથ્વી પોતાની ધરી પર 23.5 અંશ નમેલી રાખી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરતી હોવાને કારણે ઋતુના ફેરફાર, રાત દિવસની લંબાઈના ફેરફાર અનુભવીએ છીએ. 21મી ડિસેમ્બરના રોજ દક્ષિણ ધ્રુવ ઉપર છ મહિનાના દિવસ દરમિયાન નો વચ્ચેનો દિવસ હશે, અને સૂર્ય વધુમાં ઊંચાઈ ઉપર એટલે કે 23.5 અંશે હશે, તે જ રીતે ઉત્તર ધ્રુવ ઉપર છ મહિનાની રાત્રી નો વચ્ચેનો દિવસ હશે. જામનગરમાં આજે રાત્રીની લંબાઈ 13 કલાક અને 14 મિનિટની રહેશે, જ્યારે દ્વારકામાં 13 કલાક અને 13 મિનિટ રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular