ભારતીય રિઝર્વ બેન્કે ગત વર્ષે બેન્ક લોકર સંબંધી નિયમોમાં મોટા ફેરફાર કર્યા હતા જેનો ઉદેશ બેન્ક લોકરમાંથી મોંઘી સંપતિની ચોરીને રોકવાની હતી. રિઝર્વ બેન્કે બેન્ક લોકર નિયમ રજૂ કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો લોકરમાંથી કંઈ પણ ચોરી થઈ જાય છે તો બેન્કે ગ્રાહકને 100 ગણી નુકસાની ભરપાઈ કરવી પડશે.
આ નિયમ જાહેર કરવા પાછળનું કારણ લોકરોમાંથી ચોરીની ફરિયાદો હતી. સામાન્ય રીતે બેન્ક એમ કહીને જવાબદારીથી છટકી જાય છે કે લોકરમાં રાખેલ કોઈપણ સામાન માટે બેન્કની જવાબદારી નથી. આનો અર્થ થાય છે કે બેન્ક જવાબદારીનો ઈન્કાર કરે છે તો ગ્રાહકને કોર્ટના દ્વાર ખખડાવવા પડે છે. પરંતુ જાન્યુઆરી 2022 બાદ બેન્ક લોકરમાંથી સમાજના નુકશાન થવા પર કે નુકસાન થવાની સ્થિતિ પર બેન્ક જવાબદારીથી છટકી નહીં શકે.
જેને સમજવા માટે બેન્ક લોકર નિયમ બનાવાયા છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે બેન્કોએ ખોલી લોકરોની યાદી અને લોકરની પ્રતીક્ષાની યાદીની સંખ્યા દર્શાવવી પડશે. જયારે પણ આપ લોકરનો ઉપયોગ કરો ત્યારે બેન્ક આપને ઈ-મેલ અને એસએમએસના માધ્યમથી સતર્ક કરશે. બેન્ક પાસે વધુમાં વધુ 3 વર્ષ માટે લોકર આપવાનો અધિકાર છે. જો લોકરનું ભાડુ 2000 રૂપિયા છે તો બેન્ક અન્ય મેન્ટેનન્સ ચાર્જને છોડીને આપની પાસેથી 6000થી વધુ ચાર્જ વસુલી નહીં શકાય.