જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા એક તરફ રખડતાં પશુઓ પકડવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે બીજી તરફ નેતાઓ અને અધિકારીઓની ભલામણોથી પકડેલા પશુઓએ છોડતાં દ્રશ્યો પણ સામે આવી રહ્યાં છે.
શહેરના 49 દિગ્વિજ્ય પ્લોટ પાસે ગાયને છોડી દેવાના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાની ઢોર પકડવાની કાર્યવાહી સામે સવાલો ઉઠયા છે. જ્યાં સુધી નેતાઓ અને અધિકારીઓની ભલામણથી આમ જ પકડેલા ઢોરને છોડી મૂકાશે ત્યાં સુધી શહેરીજનોને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ કઇ રીતે મળશે??