જામનગર શહેરના કિશાન ચોક વિસ્તારમાં બે – ત્રણ દિવસથી સાવરકુંડલાથી રહેવા આવેલા યુવાને નબળી આર્થિક સ્થિતિથી કંટાળીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ, સાવરકુંડલામાં પત્ની સાથે બે-ત્રણ વર્ષથી રહેતાં સુનિલભાઈ ભરતભાઈ બરાસડિયા (ઉ.વ.28) નામનો યુવાન છેલ્લાં ત્રણ દિવસથી જામનગરમાં આવ્યો હતો અને કિશાન ચોક, મોદીનો વાડો વિસ્તારમાં રહેતો હતો. દરમિયાન રવિવારે બપોરના સમયે નબળી આર્થિક સ્થિતિથી કંટાળીને છતના પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે સનીભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ એન.કે. ઝાલા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇમૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી તપાસ આરંભી હતી.