જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રની બાજુમાં રહેતા એકલવાયુ જીવન જીવતા અને ઘણાં સમયથી કોઇ કામ ન મળતુ હોવાથી તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના નવાગામ ઘેડ પંચાયત ઓફિસ આરોગ્ય કેન્દ્રની બાજુમાં રહેતાં રમેશભાઈ સોમાભાઇ મકવાણા (ઉ.વ.35) નામનો યુવાન એકલવાયુ જીવન જીવતો હતો અને છેલ્લાં ઘણાં સમયથી કોઈ કામ મળતુ ન હોવાથી જિંદગીથી કંટાળીને સોમવારે સાંજના સમયે તેના ઘરે સાડી વડે આડીમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના ભાઈ નિલેશ દ્વારા જાણ કરાતા પીએસઆઈ આર.પી. અસારી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.