હાલ “આઝાદી કા અમૃત મહોત્સવ (75-વર્ષ આઝાદીના) ચાલી રહ્યો છે. જે અંતર્ગત રાષ્ટ્રનિર્માણ અને તિરંગાના માન સન્માન અને દેશ ભક્તિની પ્રતિબધ્ધતાને પુર્ણ સ્વરૂપ આપવા માટે જ્યારે સમગ્ર દેશમાં હર ઘર તિરંગા” અભિયાન ચાલી રહ્યુ છે. જેમાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ દ્વારા તા.12થી તા.15 ઓગષ્ટ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન જિલ્લા કમાન્ડન્ટ સુરેશ જે. ભીંડી ની સુચના અને માર્ગદર્શન હેઠળ નોડલ ઓફીસર ગીરીશ સરવૈયા દ્વારા કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે આજરોજ જામનગર
જિલ્લા હોમગાર્ડઝ દ્વારા ડી.જે.ના તાલ સાથે તિરંગા બાઈક રેલીનું આયોજન
કરવામાં આવ્યું હતું. જે રેલી જિલ્લા પંચાયતથી સાત રસ્તા, જોલી બંગલો,
હવાઈ ચોક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જીદ, દિપક ટોકીઝ, બેડી ગેઈટ, ત્રણ
બત્તીથી અંબર ટોકીઝ પાસે થઈને જી. જી. હોસ્પીટલ સામેના એસ.પી. કચેરી
વાળા રોડેથી થઈને લાલ બંગલા સર્કીટ હાઉસ પાસે પૂર્ણ થઈ હતી.
આ યાત્રાની વિશેષતા એ હતી કે તિરંગાની થીમ ઉપર ભાઈઓ તથા બહેનોએ ગણવેશ ધારણ કર્યો હતો. તેમ જ 400 જેટલા હોમગાર્ડના જવાનો આ યાત્રામાં જોડાયા હતા. આ યાત્રાને સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા, શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલ કગથરા, એચ જે લાલ ટ્રસ્ટના જીતુભાઈ લાલ, હોમગાર્ડ કમાન્ડંટ સુરેશ ભીંડી, ગિરીશ સરવૈયા સહિત અગ્રણીઓએ આ યાત્રાને હોમગાર્ડ કચેરીથી પ્રસ્થાન કરાવી હતી