ખંભાળિયાના નવા નાકા વિસ્તારમાં રહેતા મુકેશભાઈ લખુભાઈ સોલંકીના પુત્ર કરણ મુકેશભાઈ સોલંકીને તેના પાડોશમાં રહેતા રાણા દેવશી સોલંકી અને તેના ભાઈ રાજુ ઉર્ફે રાજેશ દેવશી સોલંકી નામના બે શખ્સોએ બિભત્સ ગાળો કાઢી, ઢીકા-પાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તથા મારી નાખવાના ઇરાદે છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ પ્રકરણમાં બંને આરોપીઓ સામે મદદગારી સબબ આઈપીસી કલમ 307 વિગેરે મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસ સેશન્સ અદાલતમાં ચાલી જતા આરોપીઓ સામે સરકારી વકીલ કે.સી. દવે દ્વારા કરવામાં આવેલી દલીલો તથા પુરાવાઓને ધ્યાનમાં રાખી અદાલતે આરોપીઓને તકસીરવાન ઠેરવી, ત્રણ વર્ષની સાદી કેદની સજા તથા બંનેને રૂા. 10,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.