Sunday, October 6, 2024
Homeરાજ્યગુજરાતટાંકામાંથી કેમિકલ ખાલી કરતી વખતે ત્રણ કામદારોના મોત !

ટાંકામાંથી કેમિકલ ખાલી કરતી વખતે ત્રણ કામદારોના મોત !

- Advertisement -

મહેસાણા કેમિકલ કંપનીમાં ત્રણ કામદારો ટાંકામાંથી કેમિકલ ખાલી કરી રહ્યા હતા તે દરમિયાન ઝેરી કેમિકલના સંપર્કમાં આવતા ત્રણેયના મૃત્યુ નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઇને કંપનીના માલિકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisement -

મહેસાણાના મંડાલી GIDCના સોમેશ્વર પાર્કમાં આવેલ રાજ મેડીકલ કંપનીમાં કામ કરતા ત્રણ કામદારોના મૃત્યુ નીપજ્યા છે. કામદારો ટાંકી ખાલી કરી રહ્યા હતા તે દરમિયાન ઝેરી કેમિકલના સંપર્કમાં આવતા ત્રણેયના દાઝી જવાથી મૃત્યુ નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. સેફટી સાધનો વગર જ કામદારો સફાઈ કરવા ટાંકામાં ઉતર્યા હોવાનું સામે આવ્યું છે.આ ઘટનાને પગલે કંપનીના માલિકો અતુલ મિસ્ત્રી અને રવિ પટેલ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ દ્રારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular