Monday, December 23, 2024
Homeરાજ્યઉત્કૃષ્ઠ કામગીરી બદલ જીએમ દ્વારા રાજકોટ રેલવે ડીવીઝનને ત્રણ શિલ્ડ અર્પણ

ઉત્કૃષ્ઠ કામગીરી બદલ જીએમ દ્વારા રાજકોટ રેલવે ડીવીઝનને ત્રણ શિલ્ડ અર્પણ

3 અધિકારીઓ અને 12 કર્મચારીઓને પણ મળ્યો જીએમ એવોર્ડ

- Advertisement -

રાજકોટ રેલવે ડિવિઝનને વર્ષ 2021-22 માટે પશ્ચિમ રેલવેમાં ઉર્જા સંરક્ષણ, એકાઉન્ટ્સ અને સેફટી ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે 67મા રેલ સપ્તાહ એવોર્ડ સમારોહ માં ત્રણ પ્રતિષ્ઠિત જનરલ મેનેજર એફિશિએંસી શીલ્ડ એનાયત કરવામાં આવી છે.

- Advertisement -

સિનિયર ડીસીએમ અભિનવ જેફે જણાવ્યું કે ચર્ચગેટના વાયબી ચવવાન ઓડિટોરિયમમાં આયોજિત આ એવોર્ડ સમારોહમાં આ ત્રણેય શીલ્ડ પશ્ર્ચિમ રેલવે અને મધ્ય રેલવે ના જનરલ મેનેજર (જીએમ) અનિલ કુમાર લાહોટી દ્વારા રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈનને અર્પણ કરવામાં આવ્યા હતા. શીલ્ડ સાથે આજે રાજકોટ સ્ટેશન પહોંચતા ડીઆરએમ જૈન, સિનિયર ઈલેક્ટ્રીકલ ઈજનેર અર્જુન શ્રોફ, સિનિયર ડિવિઝનલ ફાયનાન્સ મેનેજર કિર્નેન્દુ આર્ય, સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર એન.આર. મીના વગેરે અધિકારીયોનું વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ઢોલ વગાડીને જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ડીઆરએમ જૈને રાજકોટ ડિવિઝનને મળેલી ત્રણ પ્રતિષ્ઠિત શીલ્ડને અધિકારીઓ અને કર્મચારીઓની મહેનત અને સમર્પણનું પરિણામ ગણાવી સૌને અભિનંદન પાઠવ્યા હતા.

રાજકોટ ડિવિઝનને એનર્જી કન્ઝર્વેશન એફિશિયન્સી શીલ્ડ, એકાઉન્ટ્સ એફિશિયન્સી શીલ્ડ અને સેફ્ટી એફિશિયન્સી શીલ્ડ મળી હતી. પ્રથમ શીલ્ડ રાજકોટ ડિવિઝનના વિદ્યુત વિભાગ દ્વારા 17242 કિલોવોટ ઉર્જાનો વપરાશ ઘટાડીને રૂ.1.25 લાખની બચત કરવા, સૌર ઉર્જામાંથી 239514 કિલોવોટ વીજ ઉત્પાદન કરીને વીજ બિલમાં રૂા.13.09 લાખની બચત કરવા અને ઉર્જા સંરક્ષણ માટે રાષ્ટ્રીય કક્ષાએ બીજું ઈનામ મેળવવા બદલ આપવામાં આવ્યું છે. બીજું શીલ્ડ એકાઉન્ટ્સ વિભાગને બિલોની વસૂલાત કરવા માટે, રેલવેના વિવિધ વિભાગો દ્વારા મોકલવામાં આવેલા એસટીમેટ માં ઘટાડો કરીને આશરે 73 કરોડની બચત કરવા માટે અને સ્ટોકશીટ્સ અને જૂના ઓડિટ કેસોના નિકાલ માટે આપવામાં આવ્યું છે. ત્રીજી શીલ્ડ ટ્રેનોના સંચાલન દરમિયાન મુસાફરોની સલામતીનું સંપૂર્ણ ધ્યાન રાખવા અને સમગ્ર વર્ષ દરમિયાન કોઈપણ પ્રકારનો અકસ્માત ન થાય તેવી સિદ્ધિ હાંસલ કરવા માટે સેફ્ટી વિભાગને આપવામાં આવી હતી.

- Advertisement -

આ ઉપરાંત રાજકોટ ડિવિઝનના વિવિધ વિભાગોના 3 અધિકારીઓ અને 12 કર્મચારીઓને વર્ષ 2021-22માં તેમની ગુણવત્તાપૂર્ણ સેવા અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ વ્યક્તિગત કક્ષાએ જીએમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે જેમાં અભિનવ જેફ (સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર), આર.સી. મીના (સિનિયર ડિવિઝનલ ઓપરેશનલ મેનેજર) અને અમીર યાદવ (સીનિયર ડિવિઝનલ મટિરિયલ મેનેજર) તેમજ કર્મચારીઓ ધર્મેન્દ્ર લાડવા (બુકિંગ સુપરવાઈઝર-હાપા), સિદ્દીક લાખા (એમસીએફ-રાજકોટ), નીતિન વર્કે (સીનિયર સેક્શન એન્જિનિયર- સુરેન્દ્રનગર), વિજય બાવળિયા (ટ્રેક જાળવણીકાર- થાન), પ્રવીણ સલ્યા (ઓફિસ) મદદનીશ, ડીઆરએમ ઓફિસ-રાજકોટ), આર.એસ. ચંદેલ (સીનિયર સેક્શન ઈજનેર, મિકેનિકલ વિભાગ, હાપા), ગરવિત રસાલ (આસિસ્ટન્ટ કેરેજ એન્ડ વેગન-હાપા), પરમાનંદ મીણા (મુખ્ય ફાર્માસિસ્ટ-રેલવે હોસ્પિટલ, રાજકોટ), નવીન કુમાર (મુખ્ય ટ્રેન નિયંત્રક-રાજકોટ), ઓમકાર કોસે (સીનિયર અનુવાદક, રાજભાષા વિભાગ, રાજકોટ), શિવમ રાવત (સબ ઇન્સ્પેક્ટર, આરપીએફ, રાજકોટ) અને હિતેશ રચ્છા (સીનિયર સેક્શન ઇજનેર, એસઆઈજી-રાજકોટ)નું જીએમ એવોર્ડથી સન્માન કરાયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular