જામનગર તાલુકાના દરેડ ગામમાં બાલ મંદિર પાસેના ખુલ્લા પ્લોટમાં તીનપતિનો જૂગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.7580 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
જૂગારદરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામના બાલ મંદિર પાસે આવેલા ખૂલ્લા પ્લોટમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન મહોમ્મદ ફૈયાઝ રીયાઝ સીદીકી, શાહનુર મહેમુદભાઈ અલવી અને મોહમદ જાવેદ શરાફતખાન પઠાણ નામના ત્રણ શખ્સોને રૂા.7580 ની રોકડ રકમ તથા ગંજીપના સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.