જામજોધપુરમાં આઝાદ ચોક વિસ્તારમાં મકાનમાં દારુની મહેફીલ માણતા ત્રણ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન અડધો લીટર દેશી દારૂ ભરેલી બોટલ અને પ્લાસ્ટિકના ગ્લાસ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કાલાવડમાંથી પોલીસે એક શખ્સને દારૂની બોટલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા સપ્લાયરની સંડોવણી ખુલ્લી હતી.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુરમાં આઝાદ ચોક વિસ્તારમાં નલીન કેશવલાલ નાગર નામના શખ્સના ખાલી મકાનમાં નલીન તથા મયુર ભરત ચાવડા અને મનોજ ભીમજી ચૌહાણ નામના ત્રણ શખ્સો દ્વારા દારૂની મહેફીલ માણતા હોવાની મળેલી બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન મયુર, મનોજ, નલિન નામના ત્રણ શખ્સોને અડધો લીટર ભરેલી દેશી દારૂની બોટલો અને પ્લાસ્ટિકના ત્રણ ખાલી ગ્લાસ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, કાલાવડ ગામમાં ઢોલીયાપીર દરગાહ નજીકના માર્ગ પરથી પસાર થતા મહેશ વાલજી રાખશીયાર નામના શખ્સને આંતરીને તેના કબ્જામાંથી રૂા.500 ની કિંમતની દારૂની એક બોટલ મળી આવતા પોલીસે પૂછપરછ હાથ ધરતા આ દારૂની બોટલ કાલાવડના નિલેશ કોળી પાસેથી ખરીદ્યાની કેફીયત આપતા પોલીસે મહેશ વિરૂધ્ધ ગુનો નોંધી નિલેશની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
જામજોધપુરમાં દારૂની મહેફીલ માણતા ત્રણ શખ્સો ઝડપાયા
ખાલી મકાનમાં મહેફીલ સમયે પોલીસે રંગમાં ભંગ પાડયો : કાલાવડમાંથી દારૂની બોટલ સાથે શખ્સ ઝબ્બે : સપ્લાયરની સંડોવણી ખુલી