Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારમીઠાપુરમાં ચોરી સંદર્ભે ત્રણ શખ્સો ઝડપાયા: મુદ્દામાલ કબજે

મીઠાપુરમાં ચોરી સંદર્ભે ત્રણ શખ્સો ઝડપાયા: મુદ્દામાલ કબજે

ચોરીનો ભેદ ઉકેલવા એલસીબી પોલીસને સફળતા

- Advertisement -

દેવભૂમિ દ્વારકા તાલુકાના મીઠાપુર પંથકના એક વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાના ચેનને ઝુંટવી જવાના બનાવમાં જિલ્લા એલસીબી પોલીસે આ પંથકમાં રહેતા ત્રણ શખ્સોને દબોચી લીધા હતા.

- Advertisement -


આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ મીઠાપુર ટાઉનશિપ વિસ્તારમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા એક વિધવા વૃદ્ધા ગત તારીખ 26 એપ્રિલના રોજ પોતાના ઘરના ફળિયામાં સુતા હતા, ત્યારે મોડી રાત્રિના સમયે ઘુશી આવેલા ત્રણ શખ્સોએ આ મહિલાના ગળામાં પહેરેલો આશરે અઢી તોલા સોનાનો ચેન તોડી અને લઈ ગયા હતા. જે સંદર્ભે મીઠાપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.


આ પ્રકરણ અંગે જિલ્લા પોલીસ વડાની સુચના મુજબ એલ.સી.બી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત પી.આઈ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી તપાસમાં એ.એસ.આઈ. અજીતભાઈ બારોટ, હેડ કોન્સ્ટેબલ અરજણભાઈ મારુ તથા બલભદ્રસિંહ ગોહિલને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમ દ્વારા આરંભડા ગામે ક્રિષ્ના નગર ખાતેથી ત્રણ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.

- Advertisement -


જેમાં દેવપરા ગામના સામરાભા જસરાજભા માણેક (ઉ.વ. 35) અને ભરતભા જખરાભા માણેક (ઉ.વ. 35) તથા કૃષ્ણનગર ખાતે રહેતા લાખાભા મુરૂભા માણેક (ઉ.વ. 27) નામના ઝડપાયેલા ત્રણ હિન્દુ વાઘેર શખ્સોની પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા આ શખ્સોએ આજથી આશરે છ માસ પૂર્વે વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેન ઝુંટવી ગયા હોવાની કબૂલાત આપી હતી. જે સંદર્ભે પોલીસે ઉપરોક્ત શખ્સોની વિધિવત રીતે અટકાયત કરી, રૂ. 95,000 ની કિંમતનો અઢી તોલા સોનાનો ચેન કબજે કરી, આગળની તપાસ અર્થે મીઠાપુર પોલીસને સોંપ્યા છે.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. જે.એમ. ચાવડાની સુચના મુજબ સ્ટાફના પી.એસ.આઈ. એસ.વી. ગળચર, એ.એસ.આઈ. બીપીનભાઈ જોગલ, અજીતભાઈ બારોટ, દેવશીભાઈ ગોજીયા, ભરતભાઈ ચાવડા, સજુભા જાડેજા, કેસુરભાઈ ભાટીયા, વિપુલભાઈ ડાંગર, નરસિંહભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, મશરીભાઈ આહીર, બોઘાભાઈ કેસરિયા, લાખાભાઈ પિંડારિયા, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, જીતુભાઈ હુણ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા તથા વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular