લોકસભા-2024ની ચૂંટણી માટે ગુજરાતની 26 બેઠકો માટે આગામી તા.07 મે 2024 ના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે વર્ષ 2014 ની સરખામણીએ વર્ષ 2019 ની લોકસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારીમાં 2.5 ટકા જેવા વધારો નોંધાયો હતો. વર્ષ 2014 નું ટકાવારીએ વર્ષ 2019 માં જામનગર લોકસભામાં પુરૂષ મતદારોનું મતદાનની ટકાવારી વધી હતી. તો બીજી તરફ મહિલા મતદારોની ટકાવારી ઘટી હતી. ત્યારે વર્ષ 2024 માં ઉનાળાની ગરમી વચ્ચે કેટલું મતદાન થાય છે ? તે જોવું રહ્યું. લોકોએ પણ જાગૃત્ત થઈ મતદાનની ફરજ નિભાવવી જોઇએ.
જામનગર સહિતની 26 લોકસભાની બેઠકો માટે ગઈકાલથી જાહેરનામુ પ્રસિધ્ધ થઈ ચૂકયું છે અને ઉમેદવારી ફોર્મ ભરવા સહિતની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂકયો છે. આગામી તા.07 મે ના રોજ ગુજરાતની 26 લોકસભા બેઠકોની સામાન્ય ચૂંટણી તેમજ પ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. લોકોમાં મતદાન પ્રત્યે જાગૃત્તિ ફેલાય અને લોકો જાગૃત્ત થઈ મતદાન કરે તે માટે રાજ્ય સરકાર તેમજ ગુજરાત ચૂંટણી પંચ દ્વારા અનેકવિધ પ્રયાસો કરવામાં આવતા હોય છે. જામનગર શહેર અને જિલ્લામાં પણ મતદાન જાગૃત્તિ માટે દર વખતની જેમ આ વખતે પણ શાળાઓના બાળકો મારફત વાલીઓને મતદાન જાગૃત્તિ અભિયાન, મતદાન જાગૃત્તિ માટે પોસ્ટર બનાવવાની સ્પર્ધા, શાળા કોલેજોમાં મતદાનના શપથ, ગામડાઓમાં લોકોને મતદાન માટે સમજાવવા સહિતના અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એક તરફ મે મહિનાની આકરી ગરમી હશે. ત્યારે બીજી તરફ મોટા પ્રમાણમાં મતદાન થાય તે માટે તંત્ર કવાયત હાથ ધરી રહ્યું છે.
છેલ્લી બે લોકસભાની ચૂંટણીના મતદાનની વાત કરીએ તો વર્ષ 2014 માં 12-જામનગર લોકસભા બેઠકમાં આવતી કાલાવડ, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા તથા દ્વારકા સહિત સાત વિધાનસભાની બેઠકોમાં સરેરાશ 57.80 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે વર્ષ 2019 ની લોકસભા ચૂંટણીમાં આ મતદાનની ટકાવારીમાં અંદાજિત 2.5 ટકા જેટલો વધારો થતા 60.68 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં વર્ષ 2014 માં જામનગર લોકસભામાં પુરૂષ મતદારોના મતદાનની ટકાવારી 62.91 ટકા હતી જે 3 ટકા વધીને વર્ષ 2019માં 65.11 ટકા થઈ હતી જ્યારે બીજી તરફ મહિલા મતદારોના મતદાનની ટકાવારીમાં ઘટાડો જોવા મળ્યો હતો. વર્ષ 2014 માં જામનગર લોકસભા બેઠકમાં મહિલા મતદાનનું પ્રમાણ 52.18 ટકા હતું. જે વર્ષ 2019 માં ઘટીને 55.92 ટકા નોંધાયું હતું. આમ, અંદાજિત ત્રણ ટકા જેવો ઘટાડો જોવા મળ્યો હતો.
જામનગર લોકસભા વિસ્તારમાં આવતી વિધાનસભા બેઠકો વાઈઝ મતદાનની ટકાવારીની વાત કરીએ તો વર્ષ 2014માં કાલાવડ વિધાનસભામાં પુરૂષ મતદારો નું 62.37 ટકા તથા મહિલા મતદારોનું 51.25 ટકા મતદાન થયું હતું. આમ કુલ સરેરાશ 57.07 ટકા મતદાન થયું હતું. જ્યારે વર્ષ 2019 માં કાલાવડ વિધાનસભામાં પુરૂષ મતદારો નું 63.01 ટકા તથા મહિલા મતદારોનું 54.45 ટકા મતદાન થયું હતું. આમ કુલ સરેરાશ 58.90 ટકા મતદાન થયું હતું.
વર્ષ 2014 માં જામનગર ગ્રામ્ય વિધાનસભામાં પુરૂષ મતદારો નું 65.30 ટકા તથા મહિલા મતદારોનું 56.08 ટકા મતદાન થયું હતું. આમ કુલ સરેરાશ 60.95 ટકા મતદાન થયું હતું. જ્યારે વર્ષ 2019 માં જામનગર ગ્રામ્ય વિધાનસભામાં પુરૂષ મતદારો નું 68.87 ટકા તથા મહિલા મતદારોનું 61.11 ટકા મતદાન થયું હતું. આમ કુલ સરેરાશ 65.13 ટકા મતદાન થયું હતું.
વર્ષ 2014 માં જામનગર ઉત્તર વિધાનસભામાં પુરૂષ મતદારો નું 65.15 ટકા તથા મહિલા મતદારોનું 57.46 ટકા મતદાન થયું હતું. આમ કુલ સરેરાશ 61.48 ટકા મતદાન થયું હતું. જ્યારે વર્ષ 2019 માં જામનગર ઉત્તર વિધાનસભામાં પુરૂષ મતદારો નું 60.01 ટકા તથા મહિલા મતદારોનું 50.00 ટકા મતદાન થયું હતું. આમ કુલ સરેરાશ 63.63 ટકા મતદાન થયું હતું.
વર્ષ 2014 માં જામનગર દક્ષિણ વિધાનસભામાં પુરૂષ મતદારો નું 69.26 ટકા તથા મહિલા મતદારોનું 57.97 ટકા મતદાન થયું હતું. આમ કુલ સરેરાશ 63.79 ટકા મતદાન થયું હતું. જ્યારે વર્ષ 2019 માં જામનગર દક્ષિણ વિધાનસભામાં પુરૂષ મતદારો નું 67.69 ટકા તથા મહિલા મતદારોનું 58.32 ટકા મતદાન થયું હતું. આમ કુલ સરેરાશ 63.11 ટકા મતદાન થયું હતું.
વર્ષ 2014 માં જામજોધપુર વિધાનસભામાં પુરૂષ મતદારો નું 62.75 ટકા તથા મહિલા મતદારોનું 51.70 ટકા મતદાન થયું હતું. આમ કુલ સરેરાશ 57.54 ટકા મતદાન થયું હતું. જ્યારે વર્ષ 2019 માં જામજોધપુર વિધાનસભામાં પુરૂષ મતદારો નું 64.67 ટકા તથા મહિલા મતદારોનું 54.47 ટકા મતદાન થયું હતું. આમ કુલ સરેરાશ 59.76 ટકા મતદાન થયું હતું.
વર્ષ 2014 માં ખંભાળિયા વિધાનસભામાં પુરૂષ મતદારો નું 59.68 ટકા તથા મહિલા મતદારોનું 49.01 ટકા મતદાન થયું હતું. આમ કુલ સરેરાશ 54.58 ટકા મતદાન થયું હતું. જ્યારે વર્ષ 2019 માં ખંભાળિયા વિધાનસભામાં પુરૂષ મતદારો નું 63.71 ટકા તથા મહિલા મતદારોનું 54.38 ટકા મતદાન થયું હતું. આમ કુલ સરેરાશ 59.19 ટકા મતદાન થયું હતું.
વર્ષ 2014 માં દ્વારકા વિધાનસભામાં પુરૂષ મતદારો નું 57.86 ટકા તથા મહિલા મતદારોનું 44.13 ટકા મતદાન થયું હતું. આમ કુલ સરેરાશ 51.36 ટકા મતદાન થયું હતું. જ્યારે વર્ષ 2019 માં દ્વારકા વિધાનસભામાં પુરૂષ મતદારો નું 61.75 ટકા તથા મહિલા મતદારોનું 49.98 ટકા મતદાન થયું હતું. આમ કુલ સરેરાશ 56.10 ટકા મતદાન થયું હતું.
વર્ષ 2014માં જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ 63.79 ટકા મતદાન થયું હતું. જ્યારે સૌથી ઓછું દ્વારકામાં 51.36 ટકા મતદાન થયું હતું. વર્ષ 2019 માં સૌથી વધુ જામનગર ગ્રામ્ય વિધાનસભા વિસ્તારમાં 65.13 ટકા મતદાન થયું હતું. જ્યારે સૌથી ઓછું દ્વારકામાં 56.10 ટકા મતદાન થયું હતું.