Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ત્રણ નવી ઔદ્યોગિક વસાહતને મંજૂરી

જામનગરમાં ત્રણ નવી ઔદ્યોગિક વસાહતને મંજૂરી

રાજયના 10 જિલ્લામાં કુલ 15 ઔદ્યોગિક વસાહતને મંજૂરી આપવામાં આવી : જામનગરમાં બ્રાસ ઉદ્યોગને મળશે પ્રોત્સાહન

- Advertisement -

જામનગર સહિત રાજયના વિવિધ જીલ્લાઓમાં ઔદ્યોગિક વસાહતની 15 દરખાસ્તોને રાજય સરકારે મંજુરી આપી દીધી છે અને તે માટે જમીન અધિગ્રહણની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. 1790 હેકટર જમીનમાં આ ઔદ્યોગીક વસાહતો આકાર પામશે. સરકારી સૂત્રો અનુસાર રાજકોટ, મોરબી, જામનગર, મહીસાગર, બનાસકાંઠા, વલસાડ, છોટા ઉદેપુર, દાહોદ, ભરૂચ તથા ભાવનગર જીલ્લાઓમાં આ ઔદ્યોગીક વસાહતો નિર્માણ પામશે. રાજકોટમાં ત્રણ ઈન્ડસ્ટ્રીય એસ્ટેટ બનશે. જામનગર, બનાસકાંઠામાં પણ 3-3 જયારે ભરૂચમાં બે અને બાકીના જીલ્લાઓમાં એક-એક ઔદ્યોગિક વસાહત મંજુર કરવામાં આવી છે. બનાસકાંઠામાં બે ફુડ એન્ડ એગ્રો પ્રોસેસીંગ પાર્કનું નિર્માણ કરવામાં આવશે.

- Advertisement -

જયારે વલસાડમાં સીફુડ પ્રોસેસીંગ પાર્ક બનશે. છોટા ઉદેપુર, દાહોદ તથા ભરૂચમાં ત્રણ આદિવાસી પાર્ક બનશે. ભરૂચમાં બલ્ક ડ્રગ્ઝ પાર્કને પણ મંજુરી આપવામાં આવી છે. રાજય સરકારના સૂત્રોએ કહ્યું કે સંબંધીત જીલ્લા કે ક્ષેત્ર માટે અનુરૂપ હોય તેવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા તેના આધારિત ઔદ્યોગીક વસાહતોનું નિર્માણ કરાશે. ઉદાહરણ તરીકે મોરબીમાં સ્થપાનારી ઔદ્યોગીક વસાહતમાં સીરામીક ક્ષેત્રને પ્રોત્સાહન આપતા એકમો રહેશે જયારે જામનગરની ઔદ્યોગીક વસાહતથી બ્રાસપાર્ટ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. આદિવાસી પાર્ક મારફત આદિવાસી સમુદાયને ઉદ્યોગક્ષેત્રે સાહસિક બનાવવાનો ઉદેશ છે અને તે માટે ખાસ રાહતો પણ આપવામાં આવશે. આદિવાસી સમાજના લોકો ઔદ્યોગીક એકમ સ્થાપે તેને ખાસ સરકારી સહાય આપવામાં આવશે. રાજય સરકારે મંજુર કરેલા 15માંથી સૌથી મોટો ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બલ્ક ડ્રગનો હશે અને 817 હેકટર જમીનમાં પથરાયેલો હશે.

બીજા નંબરે મોરબીનો ઈન્ડસ્ટ્રીયલ પાર્ક 425 હેકટર જગ્યામાં ઉભો કરવામાં આવશે. ગુજરાત ઔદ્યોગીક વિકાસનુ ગ્રોથ એન્જીન જ ગણાય છે. ઔદ્યોગીક ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે રાજય સરકાર વખતોવખત પ્રોત્સાહન યોજનાઓ જાહેર કરે જ છે. રાજકોટ સહિતના વિવિધ જીલ્લાના વેપાર-ઉદ્યોગ સંગઠનો ઔદ્યોગીક વસાહતો માટે રજુઆત કરવાની સાથોસાથ તેના નિયમો હળવા કરીને છુટછાટ વધારવાની માંગ કરતા જ રહ્યા છે. રાજય સરકારે એક સાથે 15 ઔદ્યોગીક પાર્ક એસ્ટેટને મંજુરી આપતા ઔદ્યોગિક વિકાસને નવુ જોર મળવાનું સ્પષ્ટ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular