Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરમિત્રના ઘરેથી બીલાડીના બચ્ચા લેવાની ના પાડતાં ત્રણ શખ્સોએ યુવાનને લમધાર્યો

મિત્રના ઘરેથી બીલાડીના બચ્ચા લેવાની ના પાડતાં ત્રણ શખ્સોએ યુવાનને લમધાર્યો

જાનથી મારી નાખવાની ધમકી અપાયાની ત્રણ શખ્સો વિરૂઘ્ધ ફરિયાદ

જામનગરના ક્રિષ્ના પાર્ક વિસ્તારમાં યુવાન પોતાના મિત્રના ઘરે બેઠાં હોય, દરમ્યાન એક શખ્સના નાના બાળકો બીલાડીના બચ્ચા લેવા આવતાં ફરિયાદીએ ના પાડતાં બોલાચાલી થતાં અપશબ્દો બોલી માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની સિટી ‘એ’ ડિવિઝનમાં ત્રણ શખ્સ વિરૂઘ્ધ ફરિયાદ નોંધાઇ છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગરના 58-દિગ્વિજય પ્લોટમાં રહેતાં વિવેકભાઇ ભરતભાઇ નંદા નામનો યુવન ગત્ તા. 29મેના રોજ ક્રિષ્ના પાર્ક, રણજિતસાગર રોડ પાસે પોતાના મિત્ર મયૂરભાઇ સોલંકીના ઘરે બેઠાં હોય, આ દરમ્યાન આ જ વિસ્તારમાં રહેતા યુનિસભાઇ ગામેતીના બાળકો બીલાડીના બચ્ચા લેવા આવ્યા હતા. જેથી ફરિયાદી વિવેકભાઇએ તેના મિત્રના ઘરેથી બિલાડીના બચ્ચા લેવાની ના પાડતાં યુનિશના પત્ની સાથે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ અકરમ બલોચ નામન શખ્સ ત્યાં આવી ફરિયાદીને ફડાકો મારી, નીચે પછાડી દીધો હતો. આ દરમ્યાન યુનિશ ગામેતી પણ ત્યાં પહોંચી ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી, અપશબ્દો બોલવા લાગ્યો હતો. ફરિયાદી ભાગવા જતાં મનસુખ નામના શખ્સે ફરિયાદીને પકડી ઢીકાપાટુનો માર માર્યો હતો. આરોપી યુનિશ દ્વારા, “અમારા લત્તામાં આવતો નહીં, નહીંતર જાનથી મારી નાખીશ.” તેવી ધમકી આપી હતી.

આ અંગે વિવેકભાઇ દ્વારા સિટી ‘એ’ ડિવિઝનમાં અકરમ બલોચ, યુનિશ ગામેતી અને મનસુખ સહિત ત્રણ શખ્સો વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવાતા સિટી ‘એ’ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular