જામનગર શહેરમાં સાત રસ્તા સર્કલ પાસે ઈકો ગાડીમાં પેસેન્જર ભરવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી યુવાન ઉપર ત્રણ શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં દિ.પ્લોટ 58 વિસ્તારમાં હિંગળાજ ચોકમાં રહેતો ડ્રાઈવિંગ કરતો નિલેશભાઈ જેઠાભાઈ માવ (ઉ.વ.30) નામના યુવાન સાથે અલ્તાફને ઈકો ગાડીમાં પેસેન્જર ભરવા બાબતે બોલાચાલી થઈ હતી આ બોલાચાલીનો ખાર રાખી ગુરૂવારે સાંજના સમયે સાત રસ્તા સર્કલ પાસે પેટ્રોલ પમ્પ પાસે અલ્તાફ તથા બે અજાણ્યા તથા ત્રણ શખ્સ્ોએ લોખંડના પાઈપ વડે આડેધડ માર મારી હુમલો કરી ઈજા પહોંચાડી હતી તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યારબાદ પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા નિલેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ ડી જી રાજ તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ હુમલો અને ધમકીનો ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.