દ્વારકામાં ભદ્રકાલી ચોક વિસ્તારમાં રહેતા અને એમ્બ્યુલન્સના ચાલક તરીકે ફરજ બજાવતા ધીરેનભાઈ મહેન્દ્રભાઈ પાંડાઈ નામના 32 વર્ષના યુવાન બુધવારે રાત્રીના આશરે એકાદ વાગ્યે રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલી આદર્શ હોસ્પિટલ ની બહાર પાણી વડે ની સાફ સફાઇ કરી રહ્યા હતા, ત્યારે આ વિસ્તારમાંથી શુભમ હોસ્પિટલ તરફ જઈ રહેલા મોડભા સુમણીયા નામના શખ્સે ફરીયાદી ધિરેનભાઈ પાસે આવીને તેમને વાહન ધોવાની ના કહેતાં ધીરેનભાઈએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
બાદમાં મોટરસાયકલ પર આવી ગયેલા પ્રકાશ સુમણીયા તથા બાદમાં આવેલા રાણાભા માણેક મળી, કુલ ત્રણ શખ્સો એ બિભત્સ ગાળો કાઢી, પ્લાસ્ટિકની ખુરસીનો હથિયાર તરીકે ઉપયોગ કરીને બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ બનાવ અંગે પોલીસે ત્રણેય શખ્સો સામે આઇ.પી.સી. કલમ 323, 324, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.