Saturday, September 14, 2024
Homeરાજ્યહાલારખંભાળિયા નજીક બે બાઈક વચ્ચે અકસ્માતમાં ત્રણને ઈજા

ખંભાળિયા નજીક બે બાઈક વચ્ચે અકસ્માતમાં ત્રણને ઈજા

- Advertisement -

ખંભાળિયા નજીક ભાણખોખરી ગામના પાટીયા પાસે બે મોટરસાઈકલ વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડી સારવાર આપવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના સુતારીયા ગામના વાડી વિસ્તારમાં રહેતા નિલેશભાઈ સવદાસભાઈ ચુડાસમા નામના 24 વર્ષના યુવાન તેમની સાથે અન્ય એક યુવાન કિશનભાઈ રામભાઈ ચુડાસમા તેમજ મિતલબેન રામભાઈ ચુડાસમાને લઈને મોટરસાયકલ પર જઈ રહ્યા હતા. ત્યારે ખંભાળિયાથી આશરે 20 કિલોમીટર દૂર ભાણખોખરી ગામના પાટીયા નજીક પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા જી.જે. 37 ઈ. 0420 નંબરના મોટરસાયકલના ચાલકે ફરિયાદી નિલેશભાઈના મોટરસાયકલ સાથે અકસ્માત સર્જતા તેના પર જઈ રહેલા નિલેશભાઈ, મિતલબેન તેમજ કિશનભાઈને ફ્રેકચર સહિતની નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

આ બનાવ અંગે નિલેશભાઈ ચુડાસમાની ફરિયાદ પરથી અન્ય મોટરસાયકલના ચાલક સામે ખંભાળિયા પોલીસે આઈ.પી.સી. કલમ 279, 337, 338 તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આરોપી એવા લલીયા ગામના જેસા રણમલ સુમણીયાની અટકાયત કરી લેવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular