Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરભોઇ જ્ઞાતિ દ્વારા હોલિકા દહનની તૈયારી

ભોઇ જ્ઞાતિ દ્વારા હોલિકા દહનની તૈયારી

- Advertisement -

જામનગરમાં ભોય જ્ઞાતિ સમસ્ત દ્વાર આગામી તા.24 માર્ચના રોજ હોલિકા ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. જેને લઇ સૌથી ઉંચી હોલિકાના પૂતળાની તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જ્ઞાતિના કાર્યકરો દ્વારા હોલિકા દહન માટે હોલિકાનું પુતળુ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

- Advertisement -

અસત્ય ઉપર સત્યની જીતને ઉજાગર કરતા પર્વ એવા હોલિકા દહનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે જામનગર શહેરમાં ઠેક ઠેકાણે હોલિકા દહન દ્વારા હોળીના પર્વની ઉજવણી કરવામાં આવશે. ખાસ કરીને જામનગર શહેરમાં સમસ્ત ભોય જ્ઞાતિ દ્વારા યોજાતી હોળીની ઉજવણી શહેરમાં ખૂબ પ્રખ્યાત છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભોઇ જ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા હોલિકા દહનનું તા.24 માર્ચના રોજ આયોજન કરવામાં આવ્યું છે. ભોઇ જ્ઞાતિ સમસ્ત જામનગરના વડીલો દ્વારા 68 વર્ષ પૂર્વે હોલિકાનું વિશાળ પૂતળુ બનાવી સમાજ અને દુનિયાને હિન્દુ ધર્મની શકિતનો પરિચય કરાવ્યો હતો. ત્યારથી ભોઇ સમાજ દ્વારા હોલિકા દહનનું ભવ્ય આયોજન કરવામાં આવે છે.

ભોઇ સમાજના લોકો હોલિકા દહન ઉત્સવની ઉજવણી માટે એક મહિના પૂર્વેથી તૈયારીઓમાં લાગી જાય છે અને પ્રકૃતિના અનુરૂપ સામગ્રી જેવી કે ઘાસ, લાકડુ, કોથળા, કાગળ, કલર, આભુષણ માટે અલગ અલગ પ્રકારના કપડાં, ઓર્નામેન્ટ સહિતની વિવિધ ચીજવસ્તુઓનો ઉપયોગ કરી હોલિકાનું વિશાળ પૂતળુ બનાવે છે જેનો વજન અંદાજિત 3/4 ટન જેટલું હોય છે. જ્યારે ઉંચાઇ લગભગ 25 ફુટ જેટલી હોય છે. આ વિશાળ પૂતળાને લઇ વાજતે ગાજતે ભોઇ જ્ઞાતિ સમસ્ત જામનગરની વાડીથી સુભાષ માર્કેટ નજીક આવેલ હોલિકા ચોક ખાતે લોકોને દર્શન માટે મૂકવામાં આવે છે.

- Advertisement -

હોલિકા બનાવવા માટે ભરતભાઈ ગોંડલિયા દ્વારા માર્ગદર્શન પૂરુ પાડવામાં આવે છે. જ્યારે હોલિકાના આભુષણો બનાવવા માટે અલ્પેશભાઈ વાળા અને તેમની ટીમ જહેમત ઉઠાવે છે. તેમજ પીઓપી આર્ટીસ્ટ તરીકે રમેશભાઈ જેઠવા સેવા આપે છે અને સમગ્ર ભોઇ સમાજના વડીલો અને યુવાનો સાથે મળીને આ હોલિકાનું પૂતળુ તૈયાર કરે છે. આ વર્ષે આયોજિત હોલિકા મહોત્સવના ક્ધવીનર તરીકે શિવાંગ પંકજભાઈ જેઠવા, યોગેશ રામજીભાઈ રાઠોડ, નિકુંજ અનિલભાઈ જેઠવા, નિમેષ (નિકી) પ્રવિણભાઈ રાઠોડ, દિવ્યેશ જયેન્દ્રભાઈ દાઉદીયા, વિરલ હરીભાઈ રાઠોડ તથા ડી બોયઝ ગુ્રપને જવાબદારી સોંપવામાં આવી છે. તા. 24 ના રોજ સાંજના સમયે આમંત્રિત મહેમાનોના હસ્તે હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular