કાલાવડ તાલુકાના આણંદપર ગામ નજીક નગર પીપરીયા ગામના પાટીયે આવેલી હોટલમાં આવેલા શખ્સને ખુલ્લામાં લઘુશંકા કરવાની ના પાડતા ત્રણ શખ્સોએ સંચાલકને અપશબ્દો બોલી ફડાકો મારી લાકડી વડે માર માર્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના આણંદપર ગામમં રહેતાં ધર્મેન્દ્રસિંહ સુરુભા જાડેજા નામના યુવાનને નગરપીપળિયા ગામના પાટીયા નજીક આવેલી રીધ્ધિ હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાં શુક્રવારે રાત્રિના સમયે ખુરશીમાં બેઠા હતાં તે દરમિયાન મેરૂ ભોપા શિયાર નામનો શખ્સ હોટલની બહાર ખુલ્લામાં લઘુશંકા કરવા જતાં સંચાલકે ના પાડી હતી. તેથી ઉશ્કેરાયેલા મેરૂ શિયાળ, જીગ્નેશ ભોપા શિયાળ, રાજુ ભોપા શિયાળ નામના ત્રણ ભાઇઓએ એક સંપ કરી સંચાલક ધર્મેન્દ્રસિંહને ફડાકો માર્યો હતો તેમજ લાકડી વડે માર મારી અપશબ્દો બોલી ઢીકાપાટનુો માર મારી ઈજા પહોંચાડી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા હેકો જીઆઇ જેઠવા તથા સ્ટાફે ધર્મેન્દ્રસિંહના નિવેદનના આધારે ત્રણ ભાઈઓ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.