Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં પોલિયોના ટીપા મામલે આરોગ્ય સ્ટાફને ધમકી

જામનગરમાં પોલિયોના ટીપા મામલે આરોગ્ય સ્ટાફને ધમકી

- Advertisement -

જામનગર શહેરમાં ઢીચડા રોડ પર આવેલા યોગેશ્ર્વરધામ વિસ્તારમાં ઘરે-ઘરે પોલિયોના ટીપા પીવડાવવાની કામગીરી કરતા સુપરવાઈઝરને પોલિયોના ટીપા નહીં પીવડાવવા બાબતે મહિલાએ અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તથા સમગ્ર રાજ્યમાં રવિવારે પોલિયોના ટીપા પીવડાવવાનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નેશનલ હેલ્થ ઈમ્યુનાઈજેશન પોલિયો અંતર્ગત સોમવારથી ઘરે-ઘરે જઈ પોલિયોના ટીપાં પીવડાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત મંગળવારે સુપરવાઈઝર દિક્ષીતાબેન કટારિયા જામનગરના ઢીચડા રોડ પર આવેલા યોગેશ્ર્વરધામ વિસ્તારમાં મંદિરની બાજુમાં રહેણાંક મકાનોમાં બાળકોને પોલિયોના ટીપા પીવડાવવા માટે તેમના સ્ટાફ સાથે ગયા હતાં તે દરમિયાન મનિષા પાલા ઓડીચ નામના મહિલાએ તેમના બાળકોને પોલિયોના ટીપા નહીં પીવડાવવા બાબતે અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી.

આ બનાવ અંગે સુપરવાઈઝર દિક્ષીતાબેન દ્વારા જાણ કરાતા હેકો એ.એન. નિમાવત તથા સ્ટાફે મહિલા વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ અને ધમકીનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular