જામનગર શહેરના એસટી ડેપો રોડ પર આવેલા દિગ્જામના શોરૂમ પાસે ટ્રાફિકને અડચણરૂપ વાહન દુર કરવાનું કહેતા ટ્રાફિક પોલીસકર્મી ઉપર ચાર શખ્સોએ ફરજમાં રૂકાવટ કરી અપશબ્દો બોલી ઢીકાપાટુનો મારમાર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં એસટી રોડ પર આવેલા દિગ્જામના શોરૂમ નજીક થ્રીવ્હિલ વાહનોના પાર્કિંગ માટે અડચણરૂપ વાહન દુર કરવાનું ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ નીતિન ટિલાવત દ્વારા કહેતા સ્થળપર રહેલા નદીમશા બિલાલશા શાહમદાર, અકબરશા બિલાલશા શાહમદાર, અહદશા શબ્બિર શાહમદાર, હનીફ શબ્બિર શાહમદાર નામના ચાર શખ્સોએ પોલીસકર્મીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી ‘તમે હવે કેવી રીતે નોકરી કરો છો તે જોઇ લઇશ’ તેવી ધમકી આપી પોલીસકર્મીને અપશબ્દો બોલી સાથે રહેલા રોજમદારને ઢીકાપાટુનો મારમાર્યાના બનાવમાં પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ, ધમકીનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.