દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામની સીમમાં રહેતા જીતુભા કેશુભા નયાણી ગામના 33 વર્ષના હિન્દુ વાઘેર યુવાનને પાસે આવી અને આ જ વિસ્તારમાં રહેતા લખમણભા પુનાભા ભાયા અને ભીખુભા દેવાણંદભા નાયાણી નામના બે શખ્સોએ ફરિયાદી તથા સાહેદોના વાહનો પાસે આવી ધોકાવાળી કરી તેમના વાહનોમાં નુકસાની કરી અને ‘કામ બંધ કરી દેજો નહિતર જાનથી મારી નાખીશ’- તે પ્રકારની ધમકી આપતા દ્વારકા પોલીસ મથકમાં બંને શખ્સો સામે આઈપીસી કલમ 504, 506 (2), 427, 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.