Thursday, November 21, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં વાવાઝોડાનો ખતરો, ચોમાસુ મોડું

ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો, ચોમાસુ મોડું

- Advertisement -

રાજ્યમાં દક્ષિણ-પૂર્વી અરબી સમુદ્રમાં દબાણ સર્જાતા વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. હાલમાં વાવાઝોડાની ગતિ 40 કિમી પ્રતિ કલાકની છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં લોપ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. બીજી તરફ ચક્રવાતી પવનોને કારણે ચોમાસાના આગમનમાં વિલંબ થયો છે. વાવાઝોડાને કારણે કેરળના કાંઠે ચોમાસુ બેસવામાં વધુ 3-4 દિવસનું મોડું થઇ શકે છે. હવે 9 જૂન આસપાસ ચોમાસું બેસે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

- Advertisement -

દક્ષિણ-પૂર્વી અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા રાજ્યમાં વાવાઝોડાનો ખતરો બન્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે લક્ષદ્વીપ પાસે હવાનું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. આ દબાણ બાદ આગામી 12મી જૂનથી 14 જૂન સુધીમાં રાજ્યમાં વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના છે. આગામી 13મી જૂને વાવાઝોડાની અસર જોવા મળશે. સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. વાવાઝોડાને પગલે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.

વાવાઝોડાની શરૂઆતની દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ હોવાની સંભાવના છે. જો કે 13 જૂનની આસપાસ વાવાઝોડું ગુજરાતનાં દરિયા કાંઠાની નજીક પહોંચી શકે છે. સૌરાષ્ટ્રમાં 13 જૂને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. ગુજરાતનાં દરિયાકાંઠે 13 થી 14 જૂન સુધી વાવાઝોડાનો ખતરો રહેલો છે. જો વાવાઝોડું ફંટાઈ જાય તો પાકિસ્તાનનાં કરાંચી તરફ આગળ વધી શકે છે. આ દરમિયાન દરિયાકાંઠે 50થી 100 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે રાજ્યમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 15 જૂન સુધી ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય-ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની સંભવાનાઓ છે. આ સાથે બનાસકાંઠા અને સાબરકાંઠા, સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular