Monday, December 23, 2024
HomeવિડિઓViral VideoVIDEO : બેન્ડવાજા સાથે વાંદરાની અંતિમયાત્રા બાદ હજારો લોકોએ સાથે ભોજન લીધું

VIDEO : બેન્ડવાજા સાથે વાંદરાની અંતિમયાત્રા બાદ હજારો લોકોએ સાથે ભોજન લીધું

પોલીસે ફરિયાદ નોંધી બે લોકોની ધરપકડ કરી

- Advertisement -

મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના દલુપુરા ગામમાં વાંદરાના મૃત્યુ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગામના એક વ્યક્તિ હરિસિંહે તેનું મુંડન કરાવ્યું અને તેનું 11મુ કરવામાં આવ્યું ત્યારે 5000 જેટલા લોકોને ભોજનમાં બોલાવવામાં આવ્યા હતા. પરંતુ કોરોના ગાઈડલાઈનનો ભંગ થતા પોલીસે ફરિયાદ નોંધી હતી.

- Advertisement -

મધ્યપ્રદેશના રાજગઢમાં વાંદરાના મોતથી આખું ગામ શોકમાં ગરકાવ થઈ ગયું હતું. આટલું જ નહીં, હિંદુ માન્યતા અનુસાર, બેન્ડ સાથે વાંદરાની અંતિમ વિધિ કરવામાં આવી હતી અને માનવીના મૃત્યુ પછી તેની શાંતિ માટે કરવામાં આવતી પરંપરા વાંદરાના મૃત્યુ પર કરવામાં આવી હતી. વાંદરાની 10મી એ ઉજ્જૈનમાં વાંદરાની રાખનું વિસર્જન કરવામાં આવ્યું અને વ્યક્તિએ તેનું મુંડન કરાવ્યું હતું.

- Advertisement -

ગ્રામજનોએ સમગ્ર દલુપુરા ગામમાંથી દાન એકત્ર કર્યું અને નજીકના ગ્રામજનોને મૃત્યુની મિજબાની માટે આમંત્રણ આપ્યું. જેના કારણે ગામની દલુપુરા શાળાના પટાંગણમાં ભવ્ય પંડાલનું આયોજન કરવામાં આવ્યું હતું અને મૃત્યુ પર્વનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જિલ્લાભરમાંથી 5 હજારથી વધુ મહિલાઓ અને પુરૂષો ભોજન લેવા આવ્યા હતા. જો કે હવે આ ભોજનની જાણકારી સામે આવી તો જિલ્લા વહીવટી તંત્રએ અજાણ્યા ટોળા સામે કોરોના પ્રોટોકોલના ભંગનો ગુનો નોંધી 2 લોકોની ધરપકડ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular