થોડા દિવસ પહેલા એરટેલ દ્વારા પ્રીપેડ રીચાર્જ પ્લાનમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે આજથી રિલાયન્સ જિઓ (Jio) ના પ્રીપેડ રિચાર્જ પ્લાન પણ આજથી મોંઘા થઈ ગયા છે. કંપની દ્વારા અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે નવા ટેરિફ દરો 1 ડિસેમ્બર 2021થી લાગુ થશે.
જાણો રીચાર્જ પ્લાનની નવી કિંમતો
JIOના 28 દિવસના સૌથી સસ્તા અને બેઝીક પ્લાનની વાત કરવામાં આવે તો 75 રૂપિયાનો પ્લાન હવેથી 91 રૂપિયા થઈ ગયો છે. જેમાં એક મહિનાના 3GB ડેટા મળે છે.
અનલિમિટેડ પ્લાનમાં કંપનીનો 129 રૂપિયાનો પ્લાન હવે 155 રૂપિયાનો થઈ ગયો છે. જેની વેલીડીટી 28 દિવસ છે.
24 દિવસનો પ્લાન પહેલા 149 રૂપિયામાં મળતો હતો, તે હવે 179 રૂપિયામાં આવશે.
28 દિવસની વેલિડિટીનો 199 રૂપિયાના પ્લાન માટે હવેથી તમારે 239 રૂપિયા ચૂકવવા પડશે.
અને 249 રૂપિયાના પ્લાન માટે હવે 299 રૂપિયા ખર્ચવા પડશે.
56દિવસની વેલિડિટીના 399 રૂપિયા વાળા પ્લાનના હવેથી યુઝર્સે 479 રૂપિયા ચૂકવવા પડશે. તેમજ 444 રૂપિયાના રિચાર્જ પ્લાન માટે હવે 533 રૂપિયા ચૂકવવા પડશે.
84 દિવસના પ્લાનના અગાઉ 329 રૂપિયા હતા જેના બદલે હવે 395 રૂપિયા ચૂકવવા પડશે. અ ઉપરાંત 555 રૂપિયાના પ્લાનના હવેથી 666 રૂપિયા અને 599 રૂપિયાનો પ્લાન 719 રૂપિયાનો થઈ ગયો છે.
1 વર્ષની વેલિડિટી ધરાવતા પ્લાન માટે હવે યુઝર્સને 1559 રૂપિયા ચૂકવવા પડશે. પહેલા 1299 રૂપિયા ભાવ હતો. આ ઉપરાંત 1 વર્ષની વેલિડીટી વાળા પ્લાનના હવેથી 2399 રૂપિયાની જગ્યાએ 2879 રૂપિયા ચૂકવવા પડશે.
આ ઉપરાંત ડેટા એડ ઓનમાં 51 રૂપિયાનો પ્લાન 61 રૂપિયામાં, 121 રૂપિયામાં 101 રૂપિયા અને 301 રૂપિયામાં 251 રૂપિયાનો પ્લાન આવશે.