દિલ્હીના નોયડામાં ગેરકાયદે નિર્માણ પામેલી સુપરટેકના 40 માળના બે ટવિન્સ ટાવર્સ રવિવારે માત્ર 9 સેક્ધડમાં કાટમાળના ઢગલામાં ફેરવાઇ જશે. સુપ્રિમ કોર્ટે આ બન્ને ટાવર્સને વિસ્ફોટકથી તોડીપાડવાની લીલીઝંડી આપી દીધી છે. બ્લાસ્ટર ચેતન દત્તા રવિવારે એક બટન દબાવીને આ ઇમારતને ઢગલો કરી દેશે. ડિમોલીશન બાદ 35,000 કયુબિક કાટમાળ નિકળશે. જેને સાફ કરતાં 3 મહિના લાગશે.