Monday, December 23, 2024
HomeUncategorizedજામનગર શહેરમાં બે સ્થળે જૂગાર દરોડામાં પાંચ મહિલા સહિત 13 શખ્સ ઝડપાયા

જામનગર શહેરમાં બે સ્થળે જૂગાર દરોડામાં પાંચ મહિલા સહિત 13 શખ્સ ઝડપાયા

શંકરટેકરીમાં પાંચ મહિલા સહિત સાત શખ્સો રૂા.61,400 ની રોકડ સાથે ઝબ્બે : બેડીમાં 35,500 ની રોકડ રકમ સાથે 11 શખ્સ ઝડપાયા

- Advertisement -

જામનગર શહેરના શંકરટેકરી શાસ્ત્રીનગર વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતી પાંચ મહિલા સહિત સાત શખ્સોને પોલીસે રૂા.61400 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામનગર શહેરના બેડી દિવેલીયા ચાલીમાંથી તીનપતિનો જૂગાર રમતા 11 શખ્સોને રૂા.35,500 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના શંકરટેકરી શાસ્ત્રીનગરમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા અકબર ઈસુબ ખફી, વસીમ હાજી ખફી તથા પાંચ મહિલા સહિત સાત શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.61400 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનગર શહેરના બેડીમાં દિવેલીયા ચાલી વિસ્તારમોં તીનપતિનો જૂગાર રમાતો હોવાની પો.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કિશોર પરમારને મળેલી બાતમીના આધારે ઈન્ચાર્જ પોલીસવડા નિતેશ પાંડેયની સૂચનાથી પીઆઇ કે.જે. ભોયે તથા પીએસઆઈ વાય.બી.રાણા તથા હેકો શોભરાજસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, મુકેશસિંહ રાણા, રવિરાજસિંહ જાડેજા, રવિન્દ્રસિંહ જાડેજા, રાજેશ વેગડ, ફૈઝલભાઈ ચાવડા, પો.કો. કિશોરભાઇ પરમાર, હરદીપભાઈ બારડ, દેવેનભાઈ ત્રિવેદી, મનહરસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન હારુન દાઉદ માંડવાણી, દિલાવર સલીમ વાલાણી, જાફર સલીમ પાલાણી, અબ્દુલ ઈસા ભટ્ટી, જાવીદ અનવર કકકલ, ઈબ્રાહિમ હુશેન પઠાણ, ફારુક કાસમ મલા, નવાઝ કાસમ સુંભણિયા, નવાઝ હુશેન સંઘાર, સીકંદર નુરમામદ સાયચા, કાસમ જુસબ સચડા સહિતના 11 શખ્સોને રૂા.35,500 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular