જામનગર શહેરમાં સેનાનગર વિસ્તારમાં વધુ એક મકાનના તાળા તોડી તસ્કરો રૂા.30000 ની કિંમતના દાગીનાની ચોરી કરી ગયા હતાં.
મળતી વિગત મુજબ, બિહાર રાજ્યના કૈમુર (ભભુઆ) જિલ્લાના અવહરીયા ગામના વતની અને હાલ જામનગર શહેરમાં ઢીચડા રોડ પર સેનાનગર પ્લોટ નંબર 46 રાકેશભાઈ રામાશંકરભાઈ સીંઘ નામના પ્લોટ ગત તા. 10 ફેબ્રુઆરીથી તા.24 ફેબ્રુઆરી સુધી તેના વતનમાં પરિવાર સાથે ગયા હતાં તે દરમિયાન અજાણ્યા શખ્સોએ મકાનને નિશાન બનાવી દરવાજાના તાળા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તસ્કરોએ મકાનમાંથી રૂા.12000 ની કિંમતની 2.200 ગ્રામ વજનની સોનાની વીંટી અને રૂા.18000 ની કિંમતની 3.150 ગ્રામ વજનની સોનાની બાલી તથા રૂા.500 ની કિંમતનો નાકમાં પહેરવાનો સોનાનો દાણો મળી કુલ રૂા.30500 નીકિંમતના સોનાના દાગીના ચોરી કરી ગયા હતાં. ત્યારબાદ વતનમાંથી પરત ફરેલા પ્રૌઢે ઘરમાં ચોરી થયાની જાણ કરાતા પીએસઆઈ એસ. એમ. સિસોદીયા તથા સ્ટાફે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.


