Tuesday, January 7, 2025
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લા ક્ષય કેન્દ્રમાં તસ્કરો ત્રાટકયા

જામનગર જિલ્લા ક્ષય કેન્દ્રમાં તસ્કરો ત્રાટકયા

બેટરી અને એકસ-રે ફિલ્મ ચોરી ગયા : રૂા.31000 ના સામાન ચોરી અંગે પોલીસે તપાસ આદરી

- Advertisement -

જામનગર શહેરમાં આવેલા જિલ્લા ક્ષય કેન્દ્રમાં તસ્કરોએ તાળા તોડી રૂમમાંથી બેટરી અને એકસરેની ફિલ્મ સહિત રૂા.31000 ની કિંમતનો સામાન ચોરી કરી ગયાની તબીબની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

ચોરીના બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં નવાગામ ઘેડ અને રામેશ્વરનગર વચ્ચે આવેલી જિલ્લા ક્ષય કેન્દ્રમાં રવિવારના તસ્કર ત્રાટકયા હતાં. તસ્કરોએ ક્ષય કેન્દ્રના રૂમના તાળા તોડી અંદર પ્રવેશ કરી રૂા.28000 ની કિંમતની સાત નંગ બેટરી તથા બાજુના રૂમમાં રાખેલી રૂા.3000 ની કિંમતની એકસરેની 1000 ફિલ્મ સહિત કુલ રૂા.31000 ની કિંમતનો સામાન ચોરી કરી ગયા હતાં.આ ચોરીની જાણ થતા ડો. ધીરેન પીઠડિયા દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ. વી. સામાણી તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ચોરીના બનાવ અંગે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular