Wednesday, March 26, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં અડધો ડઝન ચોરાઉ મોબાઇલ સાથે તસ્કર ઝડપાયો

જામનગરમાં અડધો ડઝન ચોરાઉ મોબાઇલ સાથે તસ્કર ઝડપાયો

જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ પાસેથી પસાર થત એક શખ્સને સીટી સી ડિવિઝન પોલીસ સ્ટાફે છ ચોરાઉ મોબાઇલ સાથે ઝડપી લઇ 42,000 ના ફોન કબ્જે કર્યા હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના દિગ્જામ સર્કલ પાસેના બ્રિજ નીચેથી ચોરાઉ મોબાઇલ સાથે શખ્સ પસાર થવાની હે.કો. ખીમશી ડાંગર અને પો.કો.વનરાજ ખવડને મળેલી બાતમીના આધારે પી.આઇ. જે.વી.ચૌધરી તથા પી.એસ.આઇ. કે.એસ.માણિયા તેમજ સ્ટાફ દ્વારા વોચ ગોઠવી પસાર થયેલા બ્રિજેશ ઉર્ફે વિજય પ્રેમ કોળી નામના શખ્સને આંતરીને તલાશી લેતા તેના કબ્જામાંથી રૂા.42000 ની કિંમતના છ ચોરાઉ મોબાઇલ મળી આવતા પોલીસે બ્રિજેશની પૂછપરછ હાથ ધરતા છ મોબાઇલ શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી લોકોની નજર ચૂકવી ચોરી કર્યાની કેફિયત આપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular